• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Builders And Jewelers Were Raided By The Income Tax Department Team And A Group Including Sangini Arihant Was Raided From Early Morning.

ITની રેડ:સુરતમાં બિલ્ડર અને જ્વેલર્સને ત્યાં આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી, સંગીની-અરિહંત સહિતના ગ્રુપ પર વહેલી સવારથી દરોડાની કાર્યવાહી

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
આયકર વિભાગ દ્વારા બિલ્ડર્સને ત્યાં દરોડા પડતાં ફફડાટ ફેલાયો છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
આયકર વિભાગ દ્વારા બિલ્ડર્સને ત્યાં દરોડા પડતાં ફફડાટ ફેલાયો છે.(ફાઈલ તસવીર)
  • અમદાવાદ-સુરતના આવકવેરા વિભાગના અધિકારીઓ ત્રાટકતાં બિલ્ડર લોબીમાં ફફડાટ

સુરતમાં લાંબા સમય બાદ આવક વેરા વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. બિલ્ડીંગ અને જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર વહેલી સવારથી આવકવેરા વિભાગની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને સુરતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં સંગીની ગ્રુપ, અરિહંત ગ્રુપ, અશેષ દોષી, મહેન્દ્ર ચંપક ગ્રુપ ખાતે ઈન્કમ ટેક્સ ડીડીઆઈ વિંગના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. જેથી ટીમને કોરોનાકાળ બાદ થયેલા સોદાઓમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાથી મોટી રકમ હાથ લાગે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભાગીદારને ત્યાં પણ સર્વે
સૂત્રઓ દ્વારા મળતી વિગતો મુજબ સુરતમાં ઈન્કમટેક્સના મોટાપાયે દરોડા હાથ ધરવામાં આવ્યાં છે. બિલ્ડર અને તેને સંલગ્ન જ્વેલર્સ ગ્રુપ અને તેમના બે ભાગીદારોને ત્યાં પણ રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેર સહિતના અંદાજે 30 સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ રેડની કામગીરીમાં મોટી સંખ્યામાં અમદાવાદ અને સુરતના અધિકારીઓ જોડાયાં છે.

બિલ્ડરોમાં ફફડાટ
કોરોનાકાળ બાદ બિલ્ડર લોબી માંડ પાટે ચડી રહી છે. ત્યારે સુરતમાં સંગીની ગ્રુપ, અરિહંત ગ્રુપ, અશેષ દોષી, મહેન્દ્ર ચંપક ગ્રુપ ખાતે આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને બિલ્ડર લોબીમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાકાળ બાદ જમીનના સોદાઓ અને મકાનના વેચાણમાં થોડી તેજી જોવા મળી રહી છે તેવા સમયે આઈટીની કામગીરીથી બિલ્ડરોમાં રોષ સાથે ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.