ભાજપ કાર્યાલયે ઉજવણીનો માહોલ:સુરતમાં ભાજપના કાર્યકરો ઢોલ નગારા સાથે કાર્યાલય પહોંચ્યા, ઉમેદવારો પણ સમર્થકો સાથે જશ્નમાં સામેલ

સુરત19 દિવસ પહેલા
ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરાતા જ સુરત ભાજપ કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ

ગુજરાત વિધાનસભાના ઇલેક્શનને લઇ ભાજપ દ્વારા આજે પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. સુરતની બહાર બેઠકોમાંથી 11 બેઠકોમાંના ઉમેદવારને જાહેર કરી દેવામાં આવ્યા હતા હાથ કરીને મોટાભાગના ઉમેદવારો આ વખતે કરાયા છે. ત્યારે ભાજપના સંગઠનમાંથી ઉમેદવારોનું નામ જાહેર થયાની સાથે જ ઉમેદવારોમાં એક નવો જોષ અને જોમ આવી ગયો હતો. ઉમેદવારોને નામની જાહેરાતાની સાથે જ પોતાના મત વિસ્તારમાં ઉજવણી કર્યા બાદ એક પછી એક ઉમેદવારો પોતાના સમર્થકો સાથે સુરતના ભાજપ કાર્યાલય ખાતે આવી રહ્યા હતા. દરમિયાન ઢોલ નગારા સાથે ભાજપ કાર્યાલય વિજય પહેલા જ વિજય જેવી ઉજવણીમાં મસ્ત બની ગયું હતું.

ઉમેદવારના નામ જાહેર થતાં મત વિસ્તારોમાં ઉજવણી
ગુજરાતી વિધાનસભાના ઇલેક્શન ને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પહેલી યાદી જાહેર કરાવી હતી જેમાં સુરત જિલ્લાની 16 બેઠકો પૈકી 15 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા હતા. જ્યારે સુરતની બહાર બેઠકો પૈકીની 11 બેઠકોના નામ જાહેર કરાતાની સાથે જ સુરતમાં ભાજપ દ્વારા ઉજવણી જેવો માહોલ બનાવી દેવાયો હતો. ભાજપ દ્વારા સંગઠનમાંથી જે જે ઉમેદવારોના નામ જાહેર થયા એ તમામ ઉમેદવારો પોત પોતાના મત વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી.

ભાજપ કાર્યાલય પર ઉજવણીનો માહોલ
સુરતની 11 બેઠકોના ભાજપ દ્વારા ઉમેદવારો ના નામ જાહેર કર્યા બાદ તમામ ઉમેદવારોમાં એક નવો જોશ અને જુસ્સો આવી ગયો હતો. ઉમેદવારોના જોશ અને જુસ્સા કરતા વધારે તેમના કાર્યકર્તાઓમાં વધુ જોવા મળ્યો હતો. ઉમેદવારો ના નામ જાહેર થયાની સાથે જ સુરતનું ભાજપ કાર્યાલય ઉજવણીના માહોલમાં મસ્ત બની ગયું હતું. સવારે ભાજપના સંગઠનમાંથી જેવા સુરતના ઉમેદવારો ના નામ જાહેર કરાયા એ તરત તેમના વિસ્તારમાં ઉજવણી શરૂ થઈ ગઈ. અને ત્યારબાદ આ ઉમેદવારો પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ભાજપ કાર્યાલય એક પછી એક આવી રહ્યા હતા. ભાજપ કાર્યાલય પર ઢોલ નગારા ખાતે તમામ ઉમેદવારો કાર્યકર્તાઓને લઈને પહોંચ્યા હતા. જ્યાં ચૂંટણી પહેલા જ ભાજપ દ્વારા વિજય પ્રાપ્ત થઈ ગયો હોય તે પ્રકારનો માહોલ બનાવી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...