સુરતીઓ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં એર એશિયાની ફ્લાઈટ શરૂ થઈ છે. કોલકાતા-બેંગ્લોર-દિલ્હીને જોડતી એર એશિયાની ફ્લાઈટની સુરતને કનેક્ટિવિટી મળી છે. આજે આ ફ્લાઈટની લીલી ઝંડી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોષના હસ્તે આપવામાં આવી હતી. દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એરપોર્ટ ખાતે મહત્વનું નિવેદન આપ્યું હતું. સી આર પટેલે કહ્યું કે, ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયું છે. આવનારા સમયમાં તેનું ઉદઘાટન કરવામાં આવશે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે.
ડાયમંડ બુર્સનું ઉદઘાટન પ્રધાનમંત્રી કરશે: સી આર પાટીલ
સુરતથી દિલ્હી બેંગલોર અને કલકત્તાની એર એશિયા દ્વારા નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ નવી સફરની આજે સત્તાવાર રીતે લીલી ઝંડી આપવામાં આવી હતી. એર એશિયા દ્વારા નવી ફ્લાઇટની શરૂઆત માટે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોષના હસ્તે આજે લીલી ઝંડી આપી ફ્લાઇટની શરૂઆત કરવામાં આવી હતી. દરમ્યાન સી આર પાટીલે પ્રધાનમંત્રીને લઇ સુરત એરપોર્ટ પર મોટું નિવેદન આપ્યું હતું. અને કહ્યું હતું કે સુરતમાં નિર્માણ થઈ રહેલું ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયું છે. આ ડાયમંડ બુર્સ નું ઉદઘાટન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.
ડાયમંડ બુર્સને લઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો વધશે
સુરત એરપોર્ટ પર પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ડાયમંડ બુબ્સ શરૂ થઈ જતા એરપોર્ટ પર મુસાફરોનો ઘસારો વધશે. હજુ વધુ ફ્લાઈટ્ની કનેક્ટિવિટી વધારવામાં આવશે. ડાયમંડ બુર્સ શરૂ થવાથી વિદેશથી વેપારીઓની અવરજવર પણ વધશે. જેને લઇ આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પણ શરૂ કરવામાં આવશે. ડાયમંડ બુર્સને લઈ સુરત એરપોર્ટને તેનો સીધો લાભ મળશે.
આજે સુરતમાં 54 ફ્લાઈટ શરૂ થઈ છે
સી આર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, એક સમયે સુરત એરપોર્ટ પર 72 સીટની એક ફ્લેટ આવતી હતી. ત્યારબાદ 54 ફ્લાઈટ રોજની આવતી થઈ હતી. ત્યારે આવનારા સમયમાં 72થી વધુ ફલાઈટ સુરતથી શરૂ થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત એરપોર્ટ પર ટર્મિનલ પણ મોટા બનાવવામાં આવી રહ્યા છે. બે મહિનામાં આ કામ પણ પૂરું થઈ જશે તેવુ પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.