તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:​​​​​​​સુરતમાં ભાજપ પ્રમુખ પાટીલે કહ્યું, 23મીથી ચૂંટણી જાહેર થવાના ભણકારા, 55થી વધુ ઉમરના કાર્યકરો ટિકિટ ન માંગે

​​​​​​​સુરત3 મહિનો પહેલા
સી આર પાટીલે કાર્યકરોને સંબોધતા કહ્યું કે, સેવાની ભાવના વાળા કાર્યકરો પક્ષમાંથી નિવૃતિ લેતા જ નથી. - Divya Bhaskar
સી આર પાટીલે કાર્યકરોને સંબોધતા કહ્યું કે, સેવાની ભાવના વાળા કાર્યકરો પક્ષમાંથી નિવૃતિ લેતા જ નથી.
  • 25 વર્ષની વિકાસ ગાથા બૂકના વિમોચન કાર્યક્રમમાં પાટીલે કહ્યું, સેવાની ઈચ્છા હોવાથી કાર્યકર્તા નિવૃતિ લેતા નથી

સુરતમાં ભાજપાની 25 વર્ષની વિકાસ ગાથા બુકનું વિમોચન કરાયું હતું.વિકાસનું સિલ્વર જ્યુબિલી વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કાર્યકર્તાઓને હસતા હસતા સંદેશો આપ્યો હતો કે, 55 વર્ષથી વધુના કાર્યકરો ટિકિટ ન માંગતા. 23મીએ ચૂંટણી જાહેર થવાના ભણકારા વાગે છે.

24મીથી તો નિરીક્ષકો સુરત આવવાના છે.આપણે ત્યાં પાર્ટીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ કોઈ લેતા નથી, ફરજિયાત જ કરવું પડે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં સેવાની ઈચ્છા એટલી હોય છે કે, નિવૃત્તિ લેતા નથી.

વિકાસના 25 વર્ષની ગાથાના બૂક વિમોચન કાર્યક્રમમાં કાર્યકરો મોટી સંખ્યામાં આવ્યાં હતાં.
વિકાસના 25 વર્ષની ગાથાના બૂક વિમોચન કાર્યક્રમમાં કાર્યકરો મોટી સંખ્યામાં આવ્યાં હતાં.

સુરત ભાજપ કાર્યાલય ખાતે હતો કાર્યક્રમ
પચ્ચીસ વર્ષ પહેલાના સુરત અને આજના સુરતની સરખાણી કરતા જણાવ્યું કે આજે સુરત શહેરનો વિકાસ જોઈને છાતી ગજ – ગજ કુલે છે. સુરતનો વિકાસ નાગરીકોની જાગૃતિ, સુરત મહાનગરપાલિકાના શાસકોના કઠોર પરિશ્રમ, સર્મપર્ણ, પ્રબળ રાજકીય ઈચ્છા શકિત, વહીવટી કૌશલ્ય અને આ શહેર પ્રત્યેના લગાવ અને પોતીકાપણને આભારી છે. તેમણે કહયું હતું કે કોઈ પણ શહેરમાં સતત 25 વર્ષ સુધી એકધારૂં શાસન કોઈ એક જ પક્ષનું રહ્યું હોય એવું શહેર સુરત છે.

સી આર પાટીલે આગામી ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા દર્શાવી હતી.
સી આર પાટીલે આગામી ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા દર્શાવી હતી.

ભાજપના શાસનમાં વિકાસ ટોચ પર
સુરતના વિકાસની ગાથા સૌથી ટોચ પર છે અને એનો યશ પાયાના કાર્યકર્તાઓથી લઈને તમામ હોદ્દેદારોને જાય છે. સુરતને સિંગાપુર બનાવવાની વાત માત્ર વાત નથી હકિકત છે. આ પુસ્તક સુરતની વિકાસયાત્રાનો દસ્તાવેજ પુરાવો છે. જે કામો છેલ્લા ૨૫ વર્ષમાં થયા છે એની તમામ વિગતો આંકડાકીય માહિતી સાથે મળી રહે છે. આ પુસ્તક એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રચેલા ઈતિહાસનું આલેખન છે. ભાજપની આદત છે વચન કરતા વધુ કામો કરવા. નવા કામો ઉમેરાતા જાય છે જે લોકોની સુખાકારીના હોય છે. રોડ રસ્તા,ગંદાપાણીનો યોગ્ય નિકાલ,પીવા માટેનું શુદ્ધ પાણી,લાઈટ અને અવરજવરની સુવિધાને લગતા હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો