તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતમાં ભાજપાની 25 વર્ષની વિકાસ ગાથા બુકનું વિમોચન કરાયું હતું.વિકાસનું સિલ્વર જ્યુબિલી વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કાર્યકર્તાઓને હસતા હસતા સંદેશો આપ્યો હતો કે, 55 વર્ષથી વધુના કાર્યકરો ટિકિટ ન માંગતા. 23મીએ ચૂંટણી જાહેર થવાના ભણકારા વાગે છે.
24મીથી તો નિરીક્ષકો સુરત આવવાના છે.આપણે ત્યાં પાર્ટીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ કોઈ લેતા નથી, ફરજિયાત જ કરવું પડે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં સેવાની ઈચ્છા એટલી હોય છે કે, નિવૃત્તિ લેતા નથી.
સુરત ભાજપ કાર્યાલય ખાતે હતો કાર્યક્રમ
પચ્ચીસ વર્ષ પહેલાના સુરત અને આજના સુરતની સરખાણી કરતા જણાવ્યું કે આજે સુરત શહેરનો વિકાસ જોઈને છાતી ગજ – ગજ કુલે છે. સુરતનો વિકાસ નાગરીકોની જાગૃતિ, સુરત મહાનગરપાલિકાના શાસકોના કઠોર પરિશ્રમ, સર્મપર્ણ, પ્રબળ રાજકીય ઈચ્છા શકિત, વહીવટી કૌશલ્ય અને આ શહેર પ્રત્યેના લગાવ અને પોતીકાપણને આભારી છે. તેમણે કહયું હતું કે કોઈ પણ શહેરમાં સતત 25 વર્ષ સુધી એકધારૂં શાસન કોઈ એક જ પક્ષનું રહ્યું હોય એવું શહેર સુરત છે.
ભાજપના શાસનમાં વિકાસ ટોચ પર
સુરતના વિકાસની ગાથા સૌથી ટોચ પર છે અને એનો યશ પાયાના કાર્યકર્તાઓથી લઈને તમામ હોદ્દેદારોને જાય છે. સુરતને સિંગાપુર બનાવવાની વાત માત્ર વાત નથી હકિકત છે. આ પુસ્તક સુરતની વિકાસયાત્રાનો દસ્તાવેજ પુરાવો છે. જે કામો છેલ્લા ૨૫ વર્ષમાં થયા છે એની તમામ વિગતો આંકડાકીય માહિતી સાથે મળી રહે છે. આ પુસ્તક એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રચેલા ઈતિહાસનું આલેખન છે. ભાજપની આદત છે વચન કરતા વધુ કામો કરવા. નવા કામો ઉમેરાતા જાય છે જે લોકોની સુખાકારીના હોય છે. રોડ રસ્તા,ગંદાપાણીનો યોગ્ય નિકાલ,પીવા માટેનું શુદ્ધ પાણી,લાઈટ અને અવરજવરની સુવિધાને લગતા હોય છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.