તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Bhatia And Kamaraj Toll Protested Against The Implementation Of Fastag, Organizations Including PAAS Give Memorandum To Collector

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સુરતમાં ભાટિયા અને કામરેજ ટોલનાકે ફાસ્ટેગનો અમલ શરૂ થતાં વિરોધ,પાસ સહિતના સંગઠનોએ ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
કામરેજ અને ભાટિયા ટોલનાકા પર સ્થાનિકો વાહનચાલકોને ફાસ્ટેગમાંથી રૂપિયા ન કપાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી. - Divya Bhaskar
કામરેજ અને ભાટિયા ટોલનાકા પર સ્થાનિકો વાહનચાલકોને ફાસ્ટેગમાંથી રૂપિયા ન કપાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી.
  • GJ-05 અને GJ-19 ના વાહનોને આ ટોલ પ્લાઝા ઉપરથી મુક્તિ આપવામાં માગ કરવામાં આવી છે

સુરત જિલ્લામાં આવેલ કામરેજ અને ભાટીયા ટોલ નાકા ઉપર ટોલ પ્લાઝા ના અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. પાછલા છ રાજ્ય સરકાર તથા નેશનલ હાઇવે ઓથોરિટીના જવાબદાર લોકોને આ બાબતે અસંખ્યવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી તેનો કોઈ ઉકેલ આવેલ નથી. અગાઉ ઉગ્ર આંદોલન પણ કરવામાં આવ્યા હતાં. જો કે, હાલ અમલવારી શરૂ થઈ જતાં પાસ સહિતના સંગઠનોએ ક્લેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે.

સ્થાનિકોની સતત અવરજવર રહેતી હોવાથી મુક્તિ આપવા માગ
આવેદનપત્રમાં કહેવાયું છે કે, આ ટોલ પ્લાઝાના આસપાસના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં અનેક લોકો રહેતા હોય તથા તેમની આસપાસ જ તેમની રોજી રોટી અને આજીવિકા માટે ના ખેતી તથા નાના ઉદ્યોગ એકમો આવેલા હોય ત્યારે આવા સ્થાનિક લોકોને અસંખ્ય વખત ટોલ પ્લાઝા પાસેથી અવર-જવર રહેતી હોય છે ત્યારે આ લોકો પર ટોલ ટેક્સના નામે જે ફરજિયાત પણે ટોલ નાખવામાં આવી રહ્યો છે તે બિલકુલ અયોગ્ય છે. નેશનલ હાઈવે પર રોલ પ્લાઝા ઊભા કરતા સમયે સ્થાનિક લોકોને જે સર્વિસ રોડ બનાવી આપવાનો હોય છે તે સર્વિસ રોડ પણ આજ દિન સુધી બનેલ નથી અને તેના અભાવે સ્થાનિક વિસ્તારના અસંખ્ય લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે અનેક વખત આ પ્રકારની સમસ્યાને લઇ તંત્રમાં રજૂઆત થઈ છે પરંતુ આજદિન સુધી તેનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી.

ક્લેક્ટરને આવેદનપત્ર આપીને પાસ દ્વારા આંદોલન કરવાની વાત ઉચ્ચારવામાં આવી હતી.
ક્લેક્ટરને આવેદનપત્ર આપીને પાસ દ્વારા આંદોલન કરવાની વાત ઉચ્ચારવામાં આવી હતી.

GJ-05 અને GJ-19ને મુક્તિ આપવા માગ
નેશનલ હાઇવે ઓથોરિટી ટોલટેક્સ ને લઈ બનાવેલ નીતિ નિયમો સેકશન આઠ ની જોગવાઈ મુજબ કોઈપણ ટોલનાકા નગરપાલિકા ટાઉન વિસ્તાર કે મહાનગરપાલિકાના હદ વિસ્તાર ની 10 કિલોમીટર ની બહાર ઉભા કરવામાં આવવા જોઈએ જો 5 કિલોમીટર ની અંદર આ ટોલ પ્લાઝા ઉભા કરેલ હોય તો સ્થાનિક તંત્રની લેખિતમાં મંજૂરી જોઈએ. આ પ્રકાર ની કોઈ પણ મંજૂરી આપવામાં આવી હોય તેવું અમોને જાણવા મળેલ નથી જેથી આપ પણ આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરશો તથા સ્થાનિક GJ-05 અને GJ-19 ના વાહનોને આ ટોલ પ્લાઝા ઉપરથી મુક્તિ આપવામાં આવે એવી માગ કરાઈ છે.

સ્થાનિકો સાથે ચકમક જરે તેવી સ્થિતિ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સ્થાનિકો સાથે ચકમક જરે તેવી સ્થિતિ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ચકમક જરે તેવી સંભાવના
ફરજિયાત પણે ફાસ્ટ ટેગ લાગુ કરવાની વાત છે, તેને લઈ ટોલ પ્લાઝા ના માણસો દ્વારા સ્થાનિક લોકો વચ્ચે કોઈ પણ પ્રકારની ઘટના ઉદભવે તો તે માટે ટોલ પ્લાઝાના કર્મચારી અને સ્થાનિક તંત્ર જવાબદાર રહેશે.છેલ્લા ઘણા સમયથી પ્રજાહિતમાં આ ટોલ લૂંટ બાબતે લડત ચાલે છે અને સુરત, બારડોલી, નવસારી સષ્ઠિતના લાખો લોકો આ લડત ના સમર્થનમાં હોય ત્યારે પ્રજાહિતે નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો