સુરત કોર્પોરેશનમાં મેયર હેમાલી બોઘાવાલાના કાર્યકાળને 500 દિવસ પૂર્ણ થયા છે, તેને લઈને નંદઘરમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને પોષણયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર-10ના કોર્પોરેટર અને હોદ્દેદારો સહિત ડોક્ટર શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
મેયરના 500 દિવસ પૂર્ણ થયાની ઉજવણી
કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવતી હોય તેમાં રાજકીય પક્ષના બેનરો લાગે તે ખરેખર યોગ્ય બાબત નથી, પરંતુ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો કાર્યક્રમ હોય કે આંગણવાડીનો કાર્યક્રમ હોય ભારતીય જનતા પાર્ટીના શાસકો રાજકીય પક્ષના બેનરો સાથે જ ઉજવણી કરવા જાણે ટેવાયા હોય તેવું સ્પષ્ટ જણાય છે. મેયરના શાસન તરીકેના 500 દિવસ પૂર્ણ થતા મેયર દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમાં પણ ભાજપના બેનરો લગાડવામાં આવ્યા હતા.
કોર્પોરેશનના કાર્યક્રમના ભાજપના સિમ્બોલ સાથેના બેનર
કોર્પોરેશનના કાર્યક્રમમાં પણ ભારતીય જનતા પાર્ટીના જાણે પ્રચાર કરવામાં આવતો હોય તે પ્રકારનો સતત વિભાગ ઉભો થતો રહ્યો છે આ બાબતે આમ આદમી પાર્ટીના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તેમજ આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા દ્વારા પણ સતત વિરોધ કરવામાં આવતો રહ્યો છે. થોડા દિવસ અગાઉ સી.આર. પાટીલના પ્રદેશ અધ્યક્ષ તરીકેના બે વર્ષ પૂર્ણ થતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમાં પણ ભાજપના સિમ્બોલના બેનરો લગાડવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.