આપ-ભાજપ આમને સામને:સુરતમાં AAPના ઈટાલિયા સહિત 16 અને મારી નાખવાના છે કહી 'આપ'વાળાને માર મારવા બાબતે અજાણ્યા 7 સામે રાયોટિંગનો ગુનો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આપના ઈટાલિયા સહિત કાર્યકરોની ધરપકડ. - Divya Bhaskar
આપના ઈટાલિયા સહિત કાર્યકરોની ધરપકડ.
  • આપના કાર્યકરો સામે 6 કલમ અને અજાણ્યા સામે 5 કલમ મુજબ ગુનો

સુરતમાં ગતરોજ ભાજપના કાર્યાલય ખાતે વિરોધ કરવા ગયેલા આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીમાં ઉધના પોલીસ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક ફરિયાદમાં આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સહિત 16 સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે આપના કાર્યકરોને મારવાના મુદ્દે પણ સાત જણા સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આપના ઈટાલિયા સહિતનાની ધરપકડ
બે દિવસ પહેલા પાલિકામાં વિરોધ કરી રહેલી આપના કાર્યકરોને ખેંચી ખેંચીને પોલીસ અને પાલિકાના માર્શલોએ બહાર કાઢ્યા હતા.જેમાં એક કોર્પોરેટરનું ગળું દબાવવામાં આવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરનો ડ્રેસ ફાડી નાખવામાં આવ્યો હતો. જેના વિરોધ માટે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકરો રેલી સ્વરૂપે ભાજપના ઉધના કાર્યાલય ખાતે વિરોધ કરવા ગયા હતા. જ્યાં ભાજપના કાર્યકરો દ્વારા આપના નેતાઓ સહિત કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા આપના નેતાઓ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. હાલ પોલીસે નામજોગ ફરિયાદ નોંધી આપના ઈટાલિયા સહિત 16 કાર્યકરોની ધરપકડ કરી હતી.

આપના શહેર મંત્રીને માર મરાયો હતો.
આપના શહેર મંત્રીને માર મરાયો હતો.

આપના શહેર મંત્રીની અજાણ્યા સાત સામે ફરિયાદ
આપના શહેર મંત્રી દિનેશ જીકાદરાએ અજાણ્યા સાત સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આપના નેતાઓ અને કાર્યકરો વિરોધ પ્રદર્શન કરતા હતા. ત્યારે ઉધના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય તરફથી 10 જેટલાનું ટોળું અમારી તરફ ઘસી આવ્યું હતું. ત્યારબાદ તમે ખોટું પ્રદર્શન કરો છો કહી માર મારવાનું શરૂ કર્યું હતું. રોડ પર પાડી દઈ ફાવે તેમ ગડદાપાટુનો માર મારી આને તો મારી નાખવાનો છે કહી મારી માર્યો હતો. દરમિયાન પોલીસે આવી બચાવ્યો હતો. મારી પાસે યુવા પ્રમુખને પણ ફાવે તેમ માર માર્યો હતો. જેમાં બંનેને ઈજા પહોંચી છે. હાલ તો પોલીસે સાત અજાણ્યા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રોડ પર પાડી દઈ ગડદાપાટુનો માર મરાયો હતો.
રોડ પર પાડી દઈ ગડદાપાટુનો માર મરાયો હતો.

આપના 16 સામે નામજોગ ફરિયાદ
આપના ગોપાલ ઈટાલિયા 16 સામે પોલીસે નામજોગ ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, આપના પ્રદેશ અધિયક્ષ ગોપાલ ઈટાલિયા 15થી 20 જટેલા લોકો સાથે મળી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રેલી કે વિરોધ પ્રદર્શનની કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. જેથી સુરતમાં ઉધના ખાતે આવેલા ભાજપ મુખ્ય કાર્યલય ખાતેથી વિરોધ કરતા તમામને ઝડપી પાડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...