• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, An Application Was Submitted To The Collector Demanding Payment Of Diwali Bonus And Overtime Rupee For Diamond Worker

રજૂઆત:સુરતમાં રત્નકલાકારોને દિવાળી બોનસ અને  ઓવરટાઈમના રૂપિયા  ચુકવવામાં આવે તેવી માંગ સાથે ક્લેક્ટરને આવેદનપત્ર અપાયું

સુરતએક મહિનો પહેલા
ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ક્લેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું હતું.
  • ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોના હિતમાં રજૂઆત કરાઈ

કોરોના મહામારી બાદ ડાયમંડ ઉદ્યોગની અંદર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી ડાયમંડ ફેક્ટરી ધમધમી રહી છે. પ્રોડકશન ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ત્યારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પોતાની ફેક્ટરીમાં કામ કરતા રત્નકલાકારોને બોનસ તેમજ ઓવરટાઈમ માટે ચુકવણી કરવાની માંગ ઉઠી છે.હીરા ઉઘોગમાં કામદારોને મજુર કાયદા મુજબના મળવા પાત્ર લાભો જેવા કે બોનસ, પીએફ, હકરજા, પગાર સ્લીપ, ઈએસઆઈ, ગ્રેજયુટી, મોઘવારી પ્રમાણેનો પગાર વધારો પણ મળતો નથી.જેથી ક્લેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.

બોનસ આપવા માગ
સોશ્યલ સિક્યુરીટી, સુરક્ષિત રોજગારી પણ નથી. જેના કારણે હીરા ઉઘોગમાં રત્નકલાકારો પાયમાલ થઇ રહ્યા છે. તેમજ કોરોનાની મહામારી દરમ્યાન સરકાર દ્વારા જે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે એવો પરિપત્ર જાહેર કરાયો હતો કે દરેક કંપનીએ પોતાના કામદારોને લોકડાઉનનો પગાર આપવો પડશે પરંતુ હીરા ઉઘોગની મોટા ભાગની કંપનીઓએ રત્નકલાકારોને લોકડાઉનનો પગાર ચૂકવ્યો ન હતો. જેના કારણે રત્નકલાકારો આર્થિક સંકટમાં ફસાઈ ગયા હતા.એટલું જ નહી આર્થીક સંકટમાં ફસાયેલા ઘણા રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટુકાવી લીધા હતા. ત્યારે હાલ હીરા ઉઘોગમાં ખુબ સારું વાતાવરણ હોય હીરા ઉઘોગમાં કામ કરતા કામદારોને બોનસ એકટની જોગવાઈ મુજબ બોનસ મળે તો રત્નકલાકારોના ઘરે પણ દીવો પ્રગટે અને તેઓના બાળકો પણ દિવાળી ઉજવી શકે તેમ છે.

રત્નકલાકારોને લાગતા વળગતા મુદ્દાઓની રજૂઆત કરાઈ હતી
રત્નકલાકારોને લાગતા વળગતા મુદ્દાઓની રજૂઆત કરાઈ હતી

બેઠક કરી નિરાકરણ લાવવા માગ
ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર સમયે ઉઘોગ પતિઓ કારીગરોને બોનસ અને ઓવરટાઈમનો પગાર ચુકવવામાં આવે છે. પરંતુ હીરા ઉઘોગમાં કામદારોને બોનસ કે ઓવર ટાઇમનો પગાર આપવામાં આવતો નથી. ત્યારે અમે આવેદન આપી રજૂઆત કરાઈ છે.કે હીરા ઉદ્યોગપતિ સાથે બેઠક કરી આ મામલે નિરાકરણ લાવવામાં આવે.