• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, An Application Was Filed Against The Decision To Give 25% Fee Relief In The Colleges Affiliated To Veer Narmad South Gujarat University.

રાહત:સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 25 ટકા ફી રાહત આપવાના નિર્ણય સામે સંપૂર્ણ ફી લેવાતા આવેદનપત્ર અપાયું

સુરતએક વર્ષ પહેલા
છાત્ર યુવા સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
  • યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ કોલેજોએ વિદ્યાર્થીઓને ફીમાં 50 ટકાની રાહત આપવા માગ કરી

કોરોના સંક્રમણ કાળને ધ્યાનમાં રાખીને તમામ લોકોના આવક ઉપર સીધી અસર થઈ છે. તેના કારણે વિદ્યાર્થીઓને પણ આર્થિક રીતે મુશ્કેલી ન પડે તેને માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ કોલેજોએ વિદ્યાર્થીઓને ફીમાં 50 ટકાની રાહત આપવા માગ કરી છે. પરંતુ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે કોલેજ દ્વારા સંપૂર્ણ ફી લેવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઉભી કરી છે.

આવેદનપત્ર અપાયું
છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આજે યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે, યુનિવર્સિટી દ્વારા જે નિર્ણય લેવાયો છે, તે નિર્ણયનો અમલ કોલેજો દ્વારા કરવામાં આવી રહ્યો નથી. વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી કે, તમામ કોલેજો અને ફરી એક વખત ફી બાબતે યુનિવર્સિટી દ્વારા જાણ કરવી જોઈએ કે,વિદ્યાર્થીઓને 25 ટકા ફીમાં રાહત આપવામા આવે. વિદ્યાર્થીઓ પાસેથી સંપૂર્ણ ઊઘરાણી કરવામાં આવી રહી છે. જો વિદ્યાર્થી કોલેજ સંચાલકો સાથે 25 ટકા ફીમાં રાહત અંગે વાત કરે તો તેમને ધમકાવવામાં આવી રહ્યા છે.

કોલેજ દ્વારા ફી મુદ્દે વિદ્યાર્થીઓને પ્રેશ કરાતું હોવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે.
કોલેજ દ્વારા ફી મુદ્દે વિદ્યાર્થીઓને પ્રેશ કરાતું હોવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે.

કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેશર અપાય છે
છાત્ર યુવા સમિતિના પ્રમુખ મિત હિરપરાએ જણાવ્યું કે, કોલેજ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે, સમયસર ફી નહીં ભરે તો વિદ્યાર્થીને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવાની ચીમકી પણ આપવામાં આવી રહી છે. જેને લઇને વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છે. કોરોના સંક્રમણના કારણે લોકડાઉન જેવી સ્થિતિ છેલ્લા ઘણા સમયથી પ્રવર્તી રહી છે. તેવા સમયે વાલીઓની આવક ઉપર પણ ખૂબ મોટી અસર થઈ છે. તેમજ જે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે પોતાની ફી ભરવા માટે કામ કરીને પૈસા કમાવા હતા તે પણ અત્યારે બંધ છે તેથી વિદ્યાર્થીઓ અને ફીમાં રાહત આપવી ખૂબ જરુરી છે.