સમાંતર વિરોધ કાર્યક્રમ:રૂપાણી સરકારની ઉજવણીની સામે સુરતમાં 'આપ'નો વિરોધ, મહેશ સવાણીએ કહ્યું- 3 લાખ 10 હજાર કરોડના દેવા તળે ડૂબેલી ગુજરાત સરકાર ઉજવણી કરે છે

સુરત4 મહિનો પહેલા
ગુજરાતમાં જન્મ તો બાળક 46,000ના દેવા સાથે જન્મે છે જે રાજ્ય સરકારની દેણ છેઃ મહેશ સવાણી.
  • રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી સામે 'આપ'ના સમાંતર વિરોધ કાર્યક્રમો
  • ગુજરાતમાં જન્મતો બાળક 46,000ના દેવા સાથે જન્મે છે જે રાજ્ય સરકારની દેણ

રૂપાણી સરકાર દ્વારા પાંચ વર્ષ પૂર્ણ કરાતા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જ્ઞાન દિવસ, રોજગારી દિવસ વગેરે દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા સરકારની સામે અનેક કાર્યક્રમો કરીને પ્રજા સમક્ષ લાવવાનો પ્રયાસ કરતા હોય એ પ્રકારની વાત કરી રહ્યા છે. આમ આદમી દ્વારા આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં આપ નેતા મહેશ સવાણીએ સરકારની કાર્યશૈલી ઉપર પ્રશ્નાર્થ ઊભો કર્યો હતો. મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વિકાસ કર્યો છે જે અમે કબૂલ્યું છે અને એ વિકાસ રાજ્યને અંદાજે 3 લાખ 10 હજાર કરોડના દેવામાં ડૂબાડવાનો છે. આજે ગુજરાતમાં જન્મતો બાળક 46,000ના દેવા સાથે જન્મે છે જે રાજ્ય સરકારની દેણ છે.

યુવાનોને રોજગારી અને શિક્ષણ આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ
ભાજપની સરકારની જે વિકાસની વ્યાખ્યા છે તેને બદલવાની જરૂર છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રાંધણગેસનો ભાવ નેતાઓના ઘર, રાજકીય પક્ષોની કાર્યાલય તેમાં નોંધનીય રીતે વિકાસ કરવામાં ભાજપની પાર્ટી સફળ થઇ છે. આજે યુવાનો વિદેશોમાં ભણતર માટે જવા માટે લાઇનમાં ઊભા છે. કદાચ સૌથી વધુ યુવાનો દેશભરમાંથી ગુજરાતમાં એવા છે જે વિદેશ જવા ઈચ્છી રહ્યા છે. જે બતાવે છે કે યુવાનોને રોજગારી આપવામાં અને શિક્ષણ આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક વખત મંચ ઉપરથી જાહેરમાં બોલવું જોઈએ કે આજે ગુજરાતનું દેવું કેટલું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક વખત મંચ ઉપરથી જાહેરમાં બોલવું જોઈએ કે આજે ગુજરાતનું દેવું કેટલું છે.

મંચ પરથી રાજ્યના દેવા અંગે વાત કરવાનો પડકાર ફેંક્યો
પત્રકાર પરિષદને સંબોધતા મહેશ સવાણીએ કહ્યું કે રાજ્ય સરકાર જો ઉજવણી કરી રહી હોય તો તેમને અભિનંદન છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક વખત મંચ ઉપરથી જાહેરમાં બોલવું જોઈએ કે આજે ગુજરાતનું દેવું કેટલું છે. રાજ્યમાં ભાજપ પક્ષનું શાસન હતું તેમણે રાજ્યને કેટલા દેવામાં ઉતાર્યું અને ત્યારબાદ 27 વર્ષમાં ભાજપની સરકારે રાજ્યને અંદાજે 3 લાખ 10 હજાર કરોડના દેવામાં ધકેલી દીધું છે. વિજય રૂપાણીએ પણ ગર્વભેર મંચ પરથી રાજ્યના દેવા અંગે વાત કરવાનો હું પડકાર ફેંકું છું. આજે ગુજરાતમાં જન્મ તો બાળક 46,000ના દેવા સાથે જન્મે છે જે રાજ્ય સરકારની દેણ છે.

માત્ર શહેરોના નામ, એરપોર્ટના નામ, સ્થળોના નામ બદલીને રાજકારણ કરવાની કોઈ જરૂરિયાત નથી: મહેશ સવાણી.
માત્ર શહેરોના નામ, એરપોર્ટના નામ, સ્થળોના નામ બદલીને રાજકારણ કરવાની કોઈ જરૂરિયાત નથી: મહેશ સવાણી.

રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડના નામ બદલવાને લઈને પ્રતિક્રિયા
રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડના નામ બદલવાની લઈને મહેશ સવાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભાજપ સરકાર આવા જ મુદ્દાઓ ઉછાળીને લોકોને ગેરમાર્ગે દોરતી રહે છે. નામ બદલવાને બદલે પ્રજાના કામ સારી રીતે થવા જરૂરી છે. માત્ર શહેરોના નામ, એરપોર્ટના નામ, સ્થળોના નામ બદલીને રાજકારણ કરવાની કોઈ જરૂરિયાત નથી. આજે પ્રજા વિકાસ અને સુવિધા માગે છે. પ્રજાલક્ષી કામ કરવાની જરૂરિયાત વધુ જણાય છે તેને બદલે સરકાર તોફાન અને નામ કર્ણો કરીને સંતોષ માની રહી છે.

અન્ય સમાચારો પણ છે...