તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી એ જ રામાયણ:સુરતમાં ત્રણ દિવસ બાદ ફરી વેક્સિનેશન શરૂ થતાં લાઈનો લાગી, જૂઓ 105 રસીકરણ સેન્ટરનું લિસ્ટ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિશીલ્ડનાં પહેલા-બીજા ડોઝ માટે અલગ અલગ સેન્ટર જાહેર

સુરતમાં 3 દિવસ સુધી વેક્સિનેશન બંધ રહ્યા બાદ હવે આજથી વેક્સિન પ્રક્રિયા શરૂ કરાઇ છે. રાજ્ય સરકારે પાલિકાને 15 હજાર ડોઝ ફાળવ્યા છે. જોકે પાલિકાને રોજિંદા 50થી 80 હજાર ડોઝની જરૂર હોવાથી આજે પણ લાઈનો લાગી છે. હાલ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 105 રસીકરણ કેન્દ્રોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ અને બીજા ડોઝ માટે સેન્ટર અલગ અલગ રાખવામાં આવ્યા છે.

બે સેન્ટર વિદેશ જતા નાગરિકો માટે જાહેર
ગત બુધવારે મમતા દિવસ હોવાના કારણે રાજ્ય સરકાર વેક્સિન પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રાજ્યમાં વેક્સિનની ભારે અછત હોવાના કારણે આરોગ્ય વિભાગે વધુ બીજા બે દિવસ વેક્સિન પ્રક્રિયા રાજ્યમાં બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે સુરત સહિત રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વેક્સિન પ્રક્રિયા બંધ રાખવામાં આવી હતી. હવે આજથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને સુરતમાં 105 સેન્ટર જાહેર કરાયા છે. કોવિશીલ્ડનાં પહેલા ડોઝ માટે 53 અને બીજા ડોઝ માટે 48 સેન્ટર છે. જ્યારે બે સેન્ટર વિદેશ જતા નાગરિકો માટે અને બે સેન્ટર કોવેક્સિન રસીના છે.