વોર્મઅપ કરતા કરતા મોત:સુરતમાં શિક્ષકનું તાલીમ ભવનના ગ્રાઉન્ડ પર યોગની ટ્રેનિંગમાં તબિયત લથડ્યા બાદ મોત, ગર્ભવતી શિક્ષિકા પતિના મોતથી અજાણ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • મૃતક શિક્ષક સગર્ભા શિક્ષકા પત્ની સાથે છેલ્લી વાત પણ ન કરી શક્યા

સુરતમાં ભેસ્તાન જિલ્લા તાલીમ ભવનના ગ્રાઉન્ડ ઉપર યોગ અને રમતની ટ્રેનિંગ દરમિયાન એક શિક્ષકની અચાનક તબિયત લથડ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતક પુલકીપ્ત પટેલ મહુવા પ્રાથમિક શાળાના શિક્ષક અને સુરત ટ્રેનિંગમાં આવ્યા હતા. એટલું જ નહીં પણ 7 માસની સગર્ભા શિક્ષક પત્ની સાથે છેલ્લી વાત પણ ન કરી શક્યા હોવાની દુઃખદ ઘટનાથી હજી પત્ની અજાણ હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રેનિંગ દરમિયાન તબિયત લથડી
સાથી મિત્રોએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાંથી લગભગ 100 કેટલા શિક્ષકો સુરત ભેસ્તાન ખાતે જિલ્લા તાલીમ ભવનમાં યોગ અને રમતની ટ્રેનિંગ માટે આવ્યા હતા. આજે સવારે વોર્મઅપ કરતી વખતે અચાનક પુલકીપ્ત કરશન પટેલ (ઉ.વ. 38, રહે. કરચેલીયા, મહુવા)ને ઉબકા આવવા લાગ્યા, પૂછપરછમાં નાસ્તો કરીને આવ્યા હોવાનું કહેતા થોડો આરામ કરવા કહેવામાં આવ્યું હતું.

અચાનક ખેંચ આવ્યા બાદ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર
સવારે 9 વાગ્યે તકલીફ વધી જતાં નજીકના દવાખાને લઈ જવાયા હતા. જ્યાં પ્રેશર સહિતના તમામ ચેકઅપ બાદ આરામ કરવાનું કહેતા પુલકીપ્ત ગ્રાઉન્ડ પર આરામ કરી રહ્યા હતા. બસ થોડીવાર બાદ અચાનક ખેંચ આવી જતા ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા અને 108માં ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા મૃત જાહેર કરાયા હતા. પુલકીપ્ત પરિવારમાં એકના એક દીકરા હતા. એક બહેન, નિવૃત પિતા, શિક્ષિકા પત્ની સાથે રહેતા હતા.