• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, After A Bag Full Of Rupees Fell In A Diamond Merchant, The Police Checked 3 Km Cameras And Returned One Pie After 72 Hours.

CCTVએ 7 લાખ પરત અપાવ્યા:સુરતમાં હીરાના વેપારીના થેલીમાં ભરેલા રૂપિયા પડી જતાં પોલીસે 3 કિમીના કેમેરા ચેક કરીને 72 કલાકે એકે એક પાઈ પરત કરી

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
હીરા વેપારીના રસ્તામાં પડી ગયેલા સાત લાખ રૂપિયાની બેગ સીસીટીવીના આધારે શોધી પોલીસે પરત અપાવ્યા હતાં.

સુરતના મહિધરપુરા વિસ્તારમાં એક હીરા વેપારીનો જીવ તાળવે ચોંટી ગયો હતો. કારણ કે તે પોતાની સાથે સાત લાખ રૂપિયા રોકડા લઈને મોપેડ ઉપર અન્ય વેપારીને આપવા જતો હતો. દરમિયાન મોપેડમાં આગળ મુકેલા રૂપિયાની થયેલી રસ્તામાં જ પડી ગઈ હતી. જેની તેને જાણ જ ન હતી. રૂપિયા જેને આપવાના હતા.ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે, રૂપિયા તો છે જ નહીં. જે જાણ થતાં જ વેપારી ચિંતામાં મુકાઈ ગયો હતો. હીરા વેપારીએ જે રસ્તા પરથી આવ્યો હતો. ત્યાં શોધક કોણ શરૂ કરી. પરંતુ ન મળી આવતા તાત્કાલિક તેણે મહિધરપુરા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે અરજી લઈ તાત્કાલિક રૂપિયા શોધવા ટીમ કામે લાગી હતી. 72 કલાકમાં હીરા વેપારીનો એક એક રૂપિયો તેને પરત અપાવ્યો હતો.

હીરા વેપારીની સાત લાખ રૂપિયાની થેલી રસ્તામાં પડી
કતારગામની જીગર પાર્ક સોસાયટીમાં રહેતા 45 વર્ષીય હીરાના વેપારી અરવિંદભાઈ ભગવાનભાઈ પટેલ ગત 28 ફેબ્રુઆરીના રોજ સવારે 10.30 વાગ્યે ઘરેથી એક્ટિવા મોપેડ પર નીકળ્યા હતા. તે સમયે મોપેડ પર વેપારીએ આગળની સાઇડ 7 લાખ રૂપિયા ભરેલી રોકડની થેલી પગ પાસે મુકી હતી. વેપારી આ રોકડ લઈ હીરા બજાર તરફ જતા હતા. ત્યાં આ રકમ હીરાની કોઈ પાર્ટીને આપવાની હતી. જો કે, આ દરમિયાન વેપારીના મોપેડ પરથી 7 લાખની રોકડ ભરેલી બેગ રસ્તામાં પડી ગઈ હતી.

રસ્તા પર પડેલી 7 લાખ ભરેલી થેલી ઉપાડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
રસ્તા પર પડેલી 7 લાખ ભરેલી થેલી ઉપાડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

વેપારીએ 4-5 રાઉન્ડ મારી રસ્તા પર બેગ શોધવાનો પ્રયાસ કર્યો
હીરા વેપારી હીરાબજાર પહોંચ્યા ત્યારે ખબર પડી કે, મોપેડ પર આગળ મૂકેલી રૂપિયાની બેગ તો છે જ નહિ. જેને લઇ તેમનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા.વેપારી અરવિંદભાઈ પટેલે તેઓ જે રસ્તા પરથી પસાર થયા હતા. ત્યાં તમામ સ્થળો પર 4થી 5 રાઉન્ડ મારીને તપાસ કરી હતી. આસપાસના લારી-ગલ્લાવાળાઓને વાત કરી પૂછતાછ કરી હતી. છતાં રૂપિયા મળ્યા ન હતા. જેને લઈ તેઓ ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્યારબાદ તેમણે આ અંગે બીજા દિવસે મહિધરપુરા પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસમાં આ અંગે અરજી કરી હતી.

ફોનમાં વાત કરતાં કરતાં રૂપિયાની થેલી લઈને નીકળી ગયાં હતાં.
ફોનમાં વાત કરતાં કરતાં રૂપિયાની થેલી લઈને નીકળી ગયાં હતાં.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
હીરા વેપારીની અરજીના આધારે મહિધરપુરા પોલીસે જે જગ્યા પરથી વેપારી પસાર થયા હતા. તેની આસપાસના 3 કિલોમીટર સુધીના 15 સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. દરમ્યાન પોલીસને બેગ રામપુરા ચાર રસ્તા પાસે પડી ગઈ હોવાનું જણાયું હતું. જેમાં વેપારી એકટીવા પર જઈ રહ્યો હતો. દરમિયાન અચાનક જ રસ્તા પર રૂપિયા ભરેલી બેગ રસ્તા પર પડતી જોવા મળી હતી. વેપારીને આ અંગેની જાણ જ ન હોય તે રીતે તે આગળ પસાર થઈ ગયા હતા. ત્યારબાદ થોડા સમય પછી એક વ્યક્તિ આ બેગને પોતાની સાથે લઈ જતા જોવા મળ્યા હતા.

પોલીસે તપાસ કરીને રૂપિયા પરત કરાવ્યાં હતાં.
પોલીસે તપાસ કરીને રૂપિયા પરત કરાવ્યાં હતાં.

રોકડની બેગ હીરા દલાલને મળી
મહિધરપુરા પોલીસે સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસે 72 કલાકની તપાસ કર્યા બાદ રોકડની આ બેગ 53 વર્ષીય હીરાદલાલને મળી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આ હીરા દલાલ હાલમાં નિવૃત છે. પહેલા તો પોલીસે બેગ લઈને જતી વ્યક્તિના ફુટેજ મેળવી આસપાસના વિસ્તારોમાં બતાવ્યા હતા. જેના આધારે ખબર પડી કે, તે વ્યક્તિ નજીકમાં જ રહે છે. પછી પોલીસ રામપુરા પોલીસલાઇન નજીક વેલકમ એપાર્ટમેન્ટમાં રહેતા 53 વર્ષીય નિમીષ જરીવાલાના ઘરે પહોંચી હતી. પોલીસે પૂછતાછ કરતા તેમણે આખી વાત કરી રાજીખુશીથી રકમ આપી દીધી હતી. બાદમાં પોલીસે આ રકમ સુપરત મૂળ માલિકને પરત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...