તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકાની ચૂંટણીનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી કાર્યકર્તાઓ અને ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. એક સાથે મોટી સંખ્યામાં ચૂંટણી ફોર્મ ભરવા માટે ઉમેદવારો તેમના ટેકેદારો અને અન્ય કાર્યકર્તાઓનો ધસારો વધી જતાં પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે સતત ચકમક થઈ રહી છે. જિલ્લા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સમર્થકો એકત્રિત થતાં પોલીસે તેમને દૂર કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે.
પોલીસ ટોળા વિખેરે ત્યાં બીજે ટોળા એકઠા થવા લાગ્યા
પોલીસ દ્વારા સતત એકત્રિત થયેલા કાર્યકર્તાઓને જિલ્લા સેવા સદનથી દુર જતા રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. ટોળા વિખેરવામાં પણ આવે ત્યાં અન્ય જગ્યાએ ટોળા એકઠાં થતા હોવાનું સામે આવ્યું હતું. તંત્ર દ્વારા બંને રાજકીય પક્ષના ઉમેદવારો અને તેમના સમર્થકો સાથે ન આવવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે. માત્ર ઉમેદવાર અને સાક્ષીઓ જ અંદર કચેરીમાં પ્રવેશ કરે એવો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે.છતાં પણ કાર્યકર્તાઓમાં ઉત્સાહને કારણે પોલીસની અવગણના કરીને પણ સરકારી કચેરીઓમાં કે જ્યાં ફોર્મ ભરાય છે, ત્યાં ઘૂસવાનો પ્રયાસ કરતાં પોલીસ દ્વારા તેમને રોકવામાં આવી રહ્યા છે.
કાર્યકરો પોલીસ માટે પડકાર બન્યા
ઉમેદવારી પત્ર ભરવા માટે કુલ 15 કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે તમામ કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ વિશેષ કરીને જિલ્લા સેવા સદન બહુમાળી, સુડા ભવન સહિતના કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને જોકે સતત કાર્યકર્તાઓનો ધસારો પોલીસ માટે કાયદો વ્યવસ્થા જાળવવા માટે મોટો પડકાર બની રહ્યો છે.
પોલીસે સંયમતાથી કામ લીધું
પોલીસ દ્વારા સતત સંયમ રાખીને તમામ કાર્યકર્તાઓને સમજાવવામાં આવ્યાં હતાં. પોલીસ ઘર્ષણ ટાળવા માટેના તમામ પ્રયાસો કરતી દેખાઈ હતી. વારંવાર કાર્યકર્તાઓને સંયમમાં રહેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. જો કે નેતાઓની સાથે આવેલા અતિ ઉત્સાહી કાર્યકરો અતિરેકમાં આવી જઈને પોલીસને પરસેવો પડાવતાં પણ જોવા મળ્યાં હતાં.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.