• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, AAP's Candidate For The Eighty fourth Legislative Assembly Took Out A Procession In Godadara Dindoli, From Now On, The Election Campaign Has Started Among The People.

AAPના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર:સુરતમાં ચોર્યાસી વિધાનસભાના આપના ઉમેદવારે ગોડાદરા-ડીંડોલીમાં કાઢી તિરંગા યાત્રા, અત્યારથી જ લોકો વચ્ચે જઈ ચૂંટણી પ્રચાર શરૂ

સુરત2 મહિનો પહેલા
ચોર્યાસીના આપના ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાક્ટરની તિરંગા યાત્રા.

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના અનેક વિધાનસભાની બેઠક પરથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઉમેદવારો લોકો વચ્ચે જવાની શરૂઆત પણ કરી દીધી છે. સુરતના ચોર્યાસી વિધાનસભાના ઉમેદવારની પણ આપ દ્વારા ખૂબ જ વહેલી જાહેરાત કરી દીધી છે. ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાક્ટર દ્વારા લોકો વચ્ચે જવાનું શરૂ કરી દીધું છે. જે અંતર્ગત તેમણે ચોર્યાસી વિધાનસભાના મત ક્ષેત્રમાં તિરંગા યાત્રા યોજી હતી અને લોકો વચ્ચે પહોંચ્યા હતા.

આપના ઉમેદવારની તિરંગા યાત્રા
ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ પક્ષ વિધાનસભાની ચૂંટણી માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. હજુ વિધાનસભા અને ઇલેક્શનની તારીખ પણ જાહેર થઈ નથી તે પહેલા આમ આદમી પાર્ટી દ્વારા તેમના 50થી વધુ ઉમેદવારોને જાહેર પણ કરી દીધા છે. તેઓ પોતાના મત ક્ષેત્રમાં મતદારોને આકર્ષવાના પ્રયાસો પણ કરવા માંડ્યા છે. સુરતના ચોર્યાસી વિધાનસભાના બેઠકના ઉમેદવારનું નામ આમ આદમી પાર્ટીએ બીજી જ યાદીમાં જાહેર કરી દીધું હતું. આપના ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટરનું નામ જાહેર થયા બાદ તેઓ જુદી જુદી રીતે લોકોની વચ્ચે જઈને કાર્યક્રમ કરી રહ્યા છે. તેમણે ડીંડોલી-ગોડાદરામાં મોટી તિરંગા યાત્રા કાઢી હતી. ડીંડોલીના મધુરમ સર્કલથી લઈ ગોડાદરા સુધી આ રેલી યોજાઇ હતી. પાંચથી છ કિલોમીટર જેટલી આ લાંબી રેલીમાં આ વિસ્તારની અનેક ગલીઓ ,સોસાયટીઓ અને ગીચ વિસ્તારોને આવરી લઈ આ વિસ્તારના મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.

મોટી સંખ્યામાંલોકો રેલીમાં જોડાયા હતા
આમ આદમી પાર્ટીના ચોર્યાસી બેઠકના ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના મત ક્ષેત્રમાં તિરંગા યાત્રા કાઢી હતી. આ બાઈક યાત્રામાં મોટી સંખ્યામાં તેમની સાથેના કાર્યકરો તિરંગા સાથે જોડાયા હતા. 1500 જેટલા કાર્યકરો બાઈક લઈને યાત્રામાં ભાગ લીધો હતો. આપના ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાક્ટર ખુલ્લી કારમાં રહી લોકોને અભિનંદન પણ આપી રહ્યા હતા.

મોટી સંખ્યામાં યુવાનો તિરંગા યાત્રામાં જોડાયા.
મોટી સંખ્યામાં યુવાનો તિરંગા યાત્રામાં જોડાયા.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ તિરંગા યાત્રા
સુરતના ડીંડોલીથી ગોડાદાર સુધીની આ પાંચથી છ કિલોમીટર લાંબી યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના ચોર્યાસીના ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાક્ટર દ્વારા તેના મત વિસ્તારમાં આવેલી તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. તેની પરવાનગી પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવી હતી. જેને લઇ આ રેલી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. અગાઉ પ્રકાશ કોન્ટ્રાક્ટરની કાર્યાલય ખાતે કેટલાક હિન્દુ સંગઠનના કાર્યકરોએ તોડફોડ કરી હતી અને બેનરો ફાડ્યા હતા. જેને લઇ તિરંગા યાત્રામાં કોઈ ધમાલ કે અનિચ્છનીય ઘટના ન બને માટે પોલીસ પણ પોતાની રીતે સાવચેત રહી હતી.

સુરતના ડીંડોલીથી ગોડાદાર સુધીની આ પાંચથી છ કિલોમીટર લાંબી યાત્રા યોજાઈ.
સુરતના ડીંડોલીથી ગોડાદાર સુધીની આ પાંચથી છ કિલોમીટર લાંબી યાત્રા યોજાઈ.

મતદારો આપના ઉમેદવારને ઓળખી શકે તે માટે કરાય છે પ્રયાસ
આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાક્ટરએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા ઇલેક્શનની જાહેરાત પણ નથી થઈ તે પહેલેથી જ ઉમેદવારો જાહેર કરી દીધા છે. તેની પાછળનું કારણ પણ એજ છે કે, જેતે વિસ્તારના મતદારો તેના ઉમેદવારને ઓળખી શકે અને જાણી શકે, તે માટે અમારા વિસ્તારના મતદારો આપમાંથી ચૂંટણી લડનાર ઉમેદવારને વ્યવસ્થિત જોઈ શકે, જાણી શકે, પરિચય મેળવી શકે, તે માટે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો કરાઈ રહ્યા છે. તેને જ લઈ આ તિરંગા યાત્રા કરી હતી. હજુ આગામી દિવસોમાં ડોર ટુ ડોર પણ જવાનું આયોજન કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...