પ્રેરણાદાયી પહેલ:સુરતમાં યુવકે જન્મદિવસે રક્તદાન કરી સફાઈ કર્મચારીઓમાં હેન્ડવોશની બોટલનું વિતરણ કર્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને હેન્ડવોશ આપીને સન્માન કર્યું

સુરતમાં એક યુવકે પોતાના જન્મદિવસને અનોખી રીતે ઉજવ્યો હતો. જરૂરીયાતમંદ દર્દીઓને લોહી મળી રહે તે માટે રક્તદાન કર્યું હતું.જેમાં યુવક અને તેના મિત્રોએ રક્તદાન કર્યું હતું. સાથે જ મહાનગરપાલિકાના સફાઈ કામદારોને હેન્ડવોશની બોટલ આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

રક્તદાનની અપીલ કરાઈ
વરાછા વિસ્તારમાં રહેતા અને સામાજિક સેવા કરતાં ફેનિકલ કુકડીયાએ પોતાના જન્મદિવસે પ્રેરણાદાયી પહેલ કરી હતી.હાલ રક્તની અછત બ્લડ બેંકમાં હોવાનું તેના ધ્યાન પર આવતાં રક્તદાન પોતે અને પોતાના મિત્રોએ સાથે મળીને કર્યું હતું. સાથે જ ફેનિલએ કહ્યું કે, તમામ લોકોએ રક્તદાન કરવા આગળ આવવું જોઈએ. જેથી થેલેસેમિયા સહિતના દર્દીઓને આસાનીથી લોહી મળી રહે.

હેન્ડવોશનું વિતરણ કરાયું
ફેનિલ દ્વારા જન્મદિવસે રક્તદાનની સાથે સાથે સફાઈ કામદારોના હેન્ડવોશ માટે ફેડેસ બાયોકેરની બોટલ આપવામાં આવી હતી. કોરોના યોદ્ધા એવા સફાઈકર્મી, પોલીસકર્મીઓને પણ આગામી દિવસમાં જરૂરીયાત મુજબ હેન્ડવોશ આપવામાં આવશે.સાથે જ યુવાનોમાં વધતા આપઘાતના બનાવોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.