તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતના ગોડાદરામાંથી નવજાત બાળક મળી આવવાના બનાવમાં પોલીસે યુવતીનો જવાબ લીધો છે. તેના પ્રેમીએ તેની સાથે સંબંધ બાંધતાં તે ગર્ભવતી બની હતી. ત્યાર બાદ બાળકને જન્મ આપતાં પાપ છુપાવવા માટે રવિવારે ગોડાદરા વિસ્તારના પ્રમુખઆરણ્ય એપાર્ટમેન્ટના પાર્કિંગમાં 15 ડીગ્રી ઠંડીમાં ત્યજી દીધું હતું. બાળક હાલ હોસ્પિટલમાં દાખલ છે. ગોડાદરા પોલીસે યુવતીના પ્રેમી યુવકની પણ પૂછપરછ કરી છે.
ગોડાદરામાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં નવજાત બાળક મળ્યું હતું
ગોડાદરા વિસ્તારમાં મિડાસ સ્ક્વેરની પાછળ પ્રમુખઆરણ્ય એપાર્ટમેન્ટના બિલ્ડિંગ નંબર બી-4ના પાર્કિંગમાં નીચે રવિવારે સાંજે 6 વાગે એક નવજાત બાળક મળ્યું હતું. એ જીવિત અવસ્થામાં હતું. પ્રમુખઆરણ્યના પાંચમા માળે રહેતા પવન સોહનલાલ અગ્રવાલની નજર બાળક પર ગઈ હતી, જેથી તેમણે પોલીસને જાણ કરતાં ગોડાદરા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે બાળકને કબજામાં લઈને હોસ્પિટલમાં દાખલ કર્યું છે, જ્યાં તેની હાલત સામાન્ય છે. પોલીસને તપાસમાં ખબર પડી કે એ જ વિસ્તારમાં રહેતી સંગીતા ( નામ બદલ્યું છે) ગર્ભવતી હતી અને તેણે બાળકને જન્મ આપીને ત્યજી દીધું હતું. તે પણ હાલ હોસ્પિટલમાં દાખલ હતી.
કુંવારી માતા બનતાં પાપ છુપાવવા માટે બાળકને ત્યજી દીધું
હોસ્પિટલે સંગીતાને રજા આપતાં પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે ખબર પડી કે સંગીતા જે એપાર્ટમેન્ટમાં રહે છે એ જ એપાર્ટમેન્ટમાં રહેતા એક યુવક સાથે તેનો પ્રેમ સંબંધ હતો. તેઓ વચ્ચે સહમતીથી શરીર સંબંધ બંધાયો હતો. એને કારણે તે ગર્ભવતી બની હતી. જોકે કુંવારી માતા બનતાં પાપ છુપાવવા માટે બાળકને ત્યજી દીધું હતું.
યુવતીનો પ્રેમી યુવક પણ રાજસ્થાની
સંગીતાનાં માતા-પિતા રાજસ્થાનમાં રહે છે. અહીં તે તેના ભાઈ-ભાભી સાથે રહે છે. સંગીતાનો પ્રેમી યુવક પણ રાજસ્થાની છે. સંગીતા યુવક વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી. હાલ યુવક અને યુવતીના પરિવાર વચ્ચે સમાધાનની વાતો ચાલે છે. ગોડાદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.ડી.ગામીતે જણાવ્યું હતું કે સંગીતા યુવક વિરુદ્ધ કોઈપણ ફરિયાદ આપશે એટલે પોલીસ ફરિયાદ લઈ લેશે. સંગીતા પુખ્ત વયની છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.