ગણતરીના સમયમાં બાઈક ચોરી:સુરતમાં યુવક પરિવાર સાથે ઢાબામાં ઢોસા ખાવા ગયો ને સર્વિસ રોડ પરથી મોટરસાયકલની ચોરાયું

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઢાબાની સામેથી બાઈકને ઉઠાવી જનાર તસ્કર CCTVમાં કેદ થયો હતો. - Divya Bhaskar
ઢાબાની સામેથી બાઈકને ઉઠાવી જનાર તસ્કર CCTVમાં કેદ થયો હતો.
  • લા-પેપર ઢાબાના આગળના સર્વિસ રોડ પરથી બાઈકની ચોરી

સુરતના સરથાણામાં આવેલા BRTS રોડ પર પરથી યુવકની બાઈક ચોરાઈ છે. નાના વરાછા ખાતે રહેતો યુવક તેના પરિવાર સાથે રાત્રિના સમયે ઢોસા ખાવા માટે ગયો હતો. આ દરમિયાન બાઈક સર્વિસ રોડ પર પાર્ક કરી હતી. જો કે યુવક અડધા પોણા કલાકમાં ઢોસા ખાઈને બહાર આવ્યો ત્યારે બાઈક ન હોવાથી તપાસ કરી હતી. જેમાં સીસીટીવીમાં બાઈક ચોરાયાનું સામે આવ્યું હતું.

ગણતરીના સમયમાં ચોરી
મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના આકોલાળી ગામના વતની અને સુરતના નાના વરાછામાં આવેલા યોગેશ્વર રો હાઉસ શ્યામધામ ચોક ખાતે રહેતા કલ્પેશભાઈ વેલજીભાઈ વડસક (ઉ.વ.આ.36)ના એમ્બ્રોઈડરનો વ્યવસાય કરે છે. તેઓ ગત 30મી એપ્રિલના રોજ પરિવાર સાથે રાત્રે સાડા દસ વાગ્યા બાદ ઢોસા ખાવા માટે ઢાબામાં ગયાં હતાં. આ દરમિયાન કલ્પેશે પોતાનું બાઈક સર્વિસ રોડ પર પાર્ક કર્યું હતું. જ્યારે જમીને બહાર આવ્યાં તો બાઈક ગાયબ હતું.

CCTVમાં ચોર દેખાયો
સરથાણા બીઆરટીએસ રોડ પર સેતુબંધ હાઈટસની સામે આવેલા લા-પેપર ઢાબા આગળ કલ્પેશે પોતાનું ડ્રીમ યુગા બાઈક પાર્ક કર્યું હતું. લગભગ અડધો પોણા કલાકે કલ્પેશ તેના પરિવાર સાથે બહાર નીકળ્યો ત્યારે બાઈક નહોતું. જેથી આસપાસ તપાસ કર્યા બાદ સીસીટીવી ચેક કર્યા હતાં. જેમાં બાઈક કોઈ બ્લૂ શર્ટ પહેરેલી વ્યક્તિ લઈને નીકળી ગયાનું સામે આવ્યું હતું. આ અંગે કલ્પેશે જણાવ્યું હતું કે, સરથાણા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. પોતાની પાસે 2017ના મોડલના બાઈકની બન્ને ચાવી હોવા છતાં બાઈકને ડાયરેક્ટ શરૂ કરીને લઈ ગયો હોય તેવી આશંકા છે. જો કે, જાહેર રસ્તા પર સર્વિસ રોડ પરથી ઢાબાની સામેથી બાઈક ચોરાતા કોઈએ રેકી કરી હોય એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.