તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:સુરતમાં સિંગણપોરમાં ઉછીના આપેલા રૂપિયા પરત કરવાના બદલામાં યુવકને ધાક ધમકી આપી હુમલાખોરોએ માર મરાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • હુમલાખોરોએ પેપર પર સહિ કરાવી લઈને ઘરમાં તોડફોડ કરી

સુરતના સિંગણપોરના યુવાન પર જીવલેણ હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. હાથ ઉછીના આપેલા રૂપિયાના બદલામાં સાગરીતો સાથે મિત્રના ઘરે પહોંચી ધાક-ધમકી આપી માર મરાતા ભારે હોબાળો મચી ગયો છે. એટલું જ નહીં પણ ચપ્પુ બતાવી ત્રણ લાખ રૂપિયા ચૂકવી દીધા હોવાનું પેપર પર લખાણ કરાવી સહિ કરાવી હુમલાખોરો ઘરમાં તોડ ફોડ કરી ફરાર થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

લોકડાઉનના કારણે રૂપિયા આપ્યા નહોતા
નિલેશ વસંતભાઈ મારુ (ઉ.વ.૨૭) (સિંગણપોર જય શિવમ સોસાયટી) એ જણાવ્યું હતું કે, તેઓ જરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ચાર વર્ષ પહેલા સોસાયટીમાં જ રહેતા વિજય પાટીલ નામના મિત્રએ ત્રણ લાખ ઉછીના લીધા હતા. ત્યારબાદ લોકડાઉન આવી જતા વિજયે પૈસા ચુકવ્યા ન હતા. નિલેશ 50 દિવસ પહેલા પૈસાની માંગણી કરતા વિજયએ સપ્ટેમ્બર મહિનામાં 30 હજાર આપવાની વાત કરી હતી. મંગળવારે રાત્રે વિજયે ફોન કરી તારા ઘરની બહાર ઉભો છું અને હું તારા ઘરમાં ઘુસી જઈશ તેમ કહેતા તેઓ પિતા ને લઈ ઘરની બહાર આવ્યા હતા.

ઘરમાં તોડફોડ કરી
વિજય સાથે અન્ય બે મિત્રો પણ હતા પૈસાની લેતીદેતી બાબતે વાતચીત કરી અંદરો અંદર સમાધાન કરી બીજા દિવસે પૈસા આપી દેવાનું કહી ચાલ્યો ગયા હતા. બીજા દિવસે ફરી વિજય પાટીલના મિત્ર રાહુલ વાઘે ફોન કરી તુ અમોને રૂપિયાનું લખાણ આપી દે તારા રૂપિયા તને સાંજ સુધીમા મળી જશે એવું કહ્યા બાદ ચારેક વાગ્યે વિજય પાટીલ, રાહુલ વાધ, વિજય સાંઈદાણે અને સહિત ચાર જણા ઘરે આવ્યા હતા. અને લખાણ લખાવી રૂપિયા આપ્યા ન હતા. ત્યારબાદ તેમને અને તેમના મિત્ર સાગર પરેશ ચૌહાણ સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. જેથી ગાળો આપવાની ના પાડતા ઢીકક મુક્કીનો મારમારી નિલેશની માતા અને બહેન સાથે પણ ગાળાગાળી કરી ચારેય જણાએ હાથમાં ચપ્પુ બતાવી ઘરમાં તોડફોડ કરી નાસી ગયા હતા. બનાવને પગલે તેમણે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.