તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુરતમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી અંગતપળોનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી ચોરી કરાવનાર યુવક ઝડપાયો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે કુશ પટેલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. - Divya Bhaskar
પોલીસે કુશ પટેલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • સગીરા પાસે બ્લેકમેઈલની ધમકી આપી 2.80 લાખ રૂપિયાની ચોરી કરાવાઈ હતી

કતારગામ ડેરી ફળીયું વિસ્તારમાં રહેતા યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.દુષ્કર્મનો આરોપીએ વીડિયો બનાવી લઈને તેના આધારે બ્લેકમેઈલ શરૂ કરાયું હતું. બ્લેકમેઈલ કરનાર યુવકે સગીરા પાસેથી તેના જ ઘરમાંથી 2.80 લાખ રૂપિયાની ચોરી કરાવી પૈસા પડાવી લીધા હતાં. આ અંગે સગીરા અને તેના પરિવારે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપી ફોટોગ્રાફર કુશને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી
સુરતના કતારગામ ડેરી ફળિયામાં રહેતા કુશ પટેલ નામના યુવકે તેના જ વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. કુશે ઓગસ્ટ 2020માં બાદ સગીરા સાથે અવાર નવાર તેની મરજી વિરૂધ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા. અને તેનો પોતાના મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો.ત્યારબાદ કુશ પટેલે અંગતપળોનો વીડિયોના આધારે સગીરાને તારે હું કહુ તેમ કરવુ પડશે. તથા મને ગમે ત્યાંથી રૂપિયા આપવા પડશે નહી તો હું આપણો બન્નેનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવાની શરુઆત કરી હતી.

સગીરાએ ઘરમાંથી ટૂકડે ટૂકડે ચોરી કરી હતી
કુશ પાસે અંગતપળોનો વીડિયો હોવાથી સગીરા પણ ગભરાઈ ગઈ હતી અને કુશના કહેવા પર તેના ઘરમાંથી ટૂકડે ટૂકડે કરી રૂપિયા 2.50 લાખા ઘરમાંથી તથા તેના ભાઈના ઘરમાંથી રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 2.80 લાખ ઘરમાંથી ચોરી કરી કર્યા હતાં અને આ પૈસા કુશ પટેલને આ્પ્યા હતાં. બનાવ અંગે પોલીસે સગીરાના પરિવારની ફરિયાદને આધારે કુશ પટેલ સામે દુષ્કર્મ સહિતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી જેમાં આખરે પોલીસે આરોપી કુશ પટેલની ધરપકડ કરી છે અને તેની સામે તપાસ શરુ કરી છે

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો