યુવતીનું શારીરિક શોષણ:સુરતમાં પ્રેમ સંબંધમાં યુવતીને કાફેમાં લઈ જઈ દુષ્કર્મ આચરી યુવકે ફોટો વાઈરલ કરવાની ધમકી આપી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવતીને બ્લેકમેઈલ કરીને યુવકે ધમકી આપી હતી.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
યુવતીને બ્લેકમેઈલ કરીને યુવકે ધમકી આપી હતી.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • વારંવાર યુવતી પર દુષ્કર્મ આચરી માતા પિતાને મારી નાખવાની પણ ધમકી અપાઈ

સુરતના ઉમરા વિસ્તારમાં યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધીને યુવતી સાથે અવારનવાર યુવકે દુષ્કર્મ આચર્યું હતું. પ્રેમ સંબંધ દરમિયાનના યુવક અને યુવતીના આપતિજનક ફોટો પણ યુવકે પોતાના મોબાઈલમાં લઈ લીધા હતાં. બાદમાં યુવતીએ સંબંધ ન રાતા યુવકે ફોટો વાઈરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવાની સાથે માતા પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે યુવતીની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

કાફેમાં દુષ્કર્મ આચરતો
ઉમરા પોલીસ સ્ટેશનમાં લાલગેટ ખાટકીવાડ રાણી તળાવ તેમજ વેસુ જળ મથક પાણીની ટાંકી પાસે રહેતા બાદશાહ સુફિયાન ફતેહ સામે એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોધાવી છે. બાદશાહ વર્ષ 2021થી યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. દરમિયાન બાદશાહ ફરિયાદી યુવતીને કાફેમાં લઈ જઈ અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો. તેમજ પાર્ક પાસે બોલાવી બળજબરીપૂર્વક શારીરિક અડપલા કરતો હતો.

બ્લેકમેઈલિંગ કર્યુ
જોકે યુવતી આ બાદશાહથી કંટાળીને સંબંધ રાખવા ઈચ્છતી નહોતી. એટલે બાદશાહે સંબંધ ચાલુ રાખવા દબાણ કર્યું હતું. બાદશાહે યુવતી સાથે સંબંધ ચાલુ રાખવા માટે થઈને યુવતીના તેની સાથેના ફોટો તેના પરિવારમાં તથા કોલેજના ગ્રુપમાં શેર કરી દેવાનું બ્લેકમેઈલિંગ કર્યું હતું. સાથે જ યુવતીના માતા પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેની યુવતીની ફરિયાદ લઈ પોલીસે બાદશાહ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.