સેલ્ફીથી છેડતી:સુરતમાં યુવતીએ મિત્રતામાં પડાવેલો ફોટો સોશિયલ મીડિયાના સ્ટેટસમાં મૂકી યુવકે બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
મિત્રતા વખતે યુવતીએ સાથે પડાવેલા ફોટો યુવકે સોશિયલ મીડિયાના સ્ટેટસ પર મૂક્યાં હતાં.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
મિત્રતા વખતે યુવતીએ સાથે પડાવેલા ફોટો યુવકે સોશિયલ મીડિયાના સ્ટેટસ પર મૂક્યાં હતાં.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • યુવતીએ મિત્રતા રાખવાની ના પાડતાં યુવકે તેના પરિવારને જાણ કરવાની ધમકી આપી

સુરતના ઈચ્છાપોર ગામમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે યુવતી સાથે ફોટો વાઈરલ કરવાની ધમકી આપી મિત્રતા રાખવાની માગ કરી હતી. જો કે, યુવતીએ મિત્રતા ન રાખતાં યુવકે યુવતી સાથે મિત્રતા વખતે પાડેલા ફોટો તેના સ્ટેટસમાં રાખીને અવારનવાર ફોન કર્યા હતાં.તેમ છતાં યુવતી તાબે ન થતાં યુવતી સાથેના ફોટો યુવતીના પિતાને મોકલી દીધા હતાં. જેથી યુવતીએ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂદ્ધ ફરિયાદ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

યુવતીનો પીછો કરતો હતો
ઈચ્છાપોર પોલીસ સ્ટેશનથી મળતી વિગતો પ્રમાણે ઈચ્છાપોર ગામમની જયરાજ સોસાયટીમાં રહેતા રોહિતસિંગ કનૈયાસિંગને જે તે સમયે એક યુવતી સાથે મિત્રતા હતી.મિત્રતા હોય અને સાથે ફરવા માટે જતા હતા. ત્યારે યુવતીના અને તેના સેલ્ફી ફોટા લીધા હતાં.આ ફોટા ફરીયાદીના પિતાજીને મોકલી આપવાની ઘમકી આપતો હતો. તેમજ આજથી ત્રણ મહિના પહેલા મિત્રતા ન રાખવાનું કહેવા છતા તે અવાર નવાર યુવતીના ઘર તરફ તેની સ્કુટી લઇ આંટા ફેરા મારી ફરીયાદીનો પીછો કરી હેરાન પરેશાન કરતો હતો.

યુવતીએ મિત્રતા રાખવાની ના પાડતા યુવક પીછો કરતો હતો.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
યુવતીએ મિત્રતા રાખવાની ના પાડતા યુવક પીછો કરતો હતો.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)

અવારનવાર ફોન કરતો હતો
ગઇ તા.16/10/2021 નારોજ યુવતીના મોબાઇલ ફોન ઉપર આશરે 20 થી 25 ફોન કર્યાં હતાં. જો કે, યુવતીએ ફોન ઉપાડેલ નહોતાં. જેથી યુવતીના પિતાજીને ફોન કરી ફરીયાદી સાથેના તેના ફોનમાં લીધેલ ફોટા મોકલવાની ઘમકી આપી હતી. ત્યારબાદ તેના મોબાઇલમાં ફરીયાદી અને તેનો ભેગો સ્ટેટસમાં રાખ્યાં હતાં. આ અંગે યુવતીએ ફરિયાદ નોધાવતા ઈચ્છાપોર પોલીસે છેડતીની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.