• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, A Young Man Harassing A Woman By Texting Her On Her Phone Said To Her Husband At Home, "Call Her, I Want To Meet Her."

ઘરમાં ઘુસી તોફાન મચાવ્યું:સુરતમાં મહિલાના ફોનમાં મેસેજ કરી ત્રાસ આપતા યુવકે ઘરે આવી પતિને કહ્યું-'તેને બોલાવો મારે મળવું છે'

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે યુવક સામે ગુનો દાખલ કર્યો છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે યુવક સામે ગુનો દાખલ કર્યો છે(ફાઈલ તસવીર)
  • પરિણીતાના પતિ અને સસરાએ ઘરેથી જતા રહેવા કહ્યું છતાં યુવકે તોફાન મચાવ્યું

સુરતના મહિધરપુરા ખાતે રહેતી મહિલાને સતત ફોનમાં મેસેજ કરી હેરાન પરેશાન કરતો હતો. જો કે, હદ તો ત્યારે થઈ જ્યારે આ યુવક પરિણીતાના ઘરમાં ઘુસી ગયો હતો. ઘરમાં ઘુસી જઈને તોફાન મચાવતા યુવકે પરિણીતાના પતિ અને સસરાને કહ્યું કે, તમે તેને બોલાવો મારે મળવું છે. આજે હું મળ્યા વગર જવાનો નથી. સમગ્ર મુદ્દે યુવક વિરૂદ્ધ પરિવારે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાને હેરાન કરાતી હતી
મહિધરપુરા વિસ્તારમાં રહેતી હિનાબેન(નામ બદલેલ છે)ને અલથાણ કેનાલ રોડ અંબિકાનગર ખાતે રહેતા જનક રવિન્દ્ર રાય સામે ફરિયાદ આપતા મહિધરપુરા પોલીસને જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી જનક રવિન્દ્ર રાય મોબાઈલમાં મેસેજ કરીને માનસિક ત્રાસ આપતો હતો. ગઈકાલે હિનાબેન સાંજના ચારેક વાગ્યાના સુમારે ગર્ભાશયમાં સોજો હોવાથી સારવાર કરાવી આવી તેના ઘરે સૂતા હતા. આ દરમિયાન હિનાના પતિ ઘરેથી નીચે જતા ત્યારે જનક હિનાબેનના ઘરે આવ્યો હતો.

મળવાના નામે તોફાન મચાવ્યું
ઘરે આવેલા જનકે હિનાબેનના પતિને કહ્યું કે, મારે હિનાને મળવું છે. જેથી હિનાના પતિ અને સસરાએ જનકને ત્યાંથી(ઘરેથી)જતા રહેવા માટે કહ્યું હતું. જેથી જનકે આજે હું હિનાને મળ્યા વગર નહિં જાઉં તેમ કહી ધમકી આપી હતી. સાથે તોફાન મચાવ્યું હતું. જેથી આખરે હિનાએ મહિધરપુરા પોલીસમાં જનક વિરૂદ્ધ માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ નોધાવી હતી. જેથી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.