છેડતી કરી ધમકી અપાઈ:સુરતમાં યુવાને 15 વર્ષની કિશોરીને બાહુપાશમાં જકડી લેતા સાથે ઉભેલા ત્રણ યુવાનોએ પણ અડપલાં કર્યા

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
કિશોરીએ માતા-પિતાને વાત કરી પોલીસમાં ફરિયાદ આપી હતી(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
કિશોરીએ માતા-પિતાને વાત કરી પોલીસમાં ફરિયાદ આપી હતી(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • કિશોરીએ પ્રતિકાર કરી એકને મારતા તેણે વળતો માર મારી દિવાલમાં માથું ભટાકવ્યુ
  • અન્ય એકે કિશોરીને ચપ્પુ બતાવી કોઈને જાણ કરી તો પતાવી દેવાની ધમકી આપી

સુરતના વેસુ વિસ્તારમાં સરકારી આવાસમાં ગુરુવારે રાત્રે પોતાના જ બિલ્ડીંગમાં નવમા માળે રહેતી મમ્મીની નાનીને મળી 15 વર્ષની કિશોરી સાતમા માળે પોતાના ઘરે આવતી હતી. ત્યારે આઠમા માળે દાદર પર એક યુવાને તેને બાહુપાશમાં જકડી અડપલાં કરતા સાથે ઉભેલા ત્રણ યુવાનોએ પણ અડપલાં કર્યા હતા. કિશોરીએ પ્રતિકાર કરી એકને મારતા તેણે વળતો માર મારી દિવાલમાં માથું ભટકાવ્યુ હતું. જયારે અન્ય એકે ચપ્પુ બતાવી કોઈને જાણ કરી તો પતાવી દેવાની ધમકી આપી હતી.

ક્ષમિકની પુત્રી સાથે છેડતી
પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આવાસમાં સાતમા માળે રહેતા અને શાકભાજીની લારી ચલાવતા શ્રમજીવીની 15 વર્ષની પુત્રી સીમા (નામ બદલેલ છે ) ગત ગુરુવારે સાંજે 7.30 વાગ્યે પોતાના જ બિલ્ડીંગમાં નવમા માળે રહેતી મમ્મીની નાનીને મળવા ગઈ હતી. તેમને મળી રાત્રે 8.45 કલાકે તે દાદર ઉતરીને પોતાના ઘરે જતી હતી ત્યારે સાતમા માળના દાદર પાસે તેમની સોસાયટીમાં અવારનવાર આવતો શંકર અજયભાઈ વાનખેડે અને અન્ય ત્રણ યુવાન ઉભા હતા. શંકરે સીમાને પાછળથી પકડી બાહુપાશમાં જકડી અડપલાં કરતા તેની સાથે ઉભેલા ત્રણ યુવાનોએ પણ સીમા સાથે અડપલાં કર્યા હતા.

માતા-પિતાએ ફરિયાદ નોધાવી
સીમાએ બચવા પ્રયાસ કરી પ્રતિકાર કરતા તે પૈકી એક યુવાનને માર માર્યો હતો. જોકે, તે યુવાને સીમાને વળતો માર મારી દિવાલમાં માથું ભટાકવ્યુ હતું.જયારે બીજાએ ચપ્પુ બતાવી આ વાતની કોઈને જાણ કરશે તો પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. બનાવને પગલે ગભરાયેલી સીમા ઘરે પહોંચતા તેની માતાએ તેને ગભરાયેલી જોઈ પૂછતાં તેણે હકીકત જણાવી હતી. સીમાની માતાએ પતિ સાથે ચર્ચા કર્યા બાદ ગતરોજ આ અંગે શંકર વાનખેડે અને અન્ય ત્રણ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.