રાજ્યભરમાં હાલ વ્યાજખોરો સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગત 22મી ડિસેમ્બરના રોજ સુરતના ઉધના વિસ્તારમાં રાજસ્થાની યુવક દ્વારા ફાંસો ખાઈને આપઘાત કરી લેવાના બનાવમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. રૂપિયાની લેતી દેતીમાં આપઘાત કરી લેનારા યુવકે સુસાઈડ નોટ લખીને પોતાની પીડા વ્યક્ત કરી હતી.સાથે જ પોતાની આપ વીતી આત્મહત્યા કરતા પહેલા અંતિમ વીડિયો બનાવી તેના મિત્રને મોકલ્યો હતો. ઉધના પોલીસે હાલ તો આ મામલે તેના બનેવી અને અન્ય ત્રણ સામે દુષપ્રેરણા લનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનેવી દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણીમાં સાળાનો આપઘાત
સુરતના ઉધના વિસ્તારમાં ગત 22 ડિસેમ્બરના રોજ મૂળ રાજસ્થાનના રહેવાસી દીનારામ જાટ નામના યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટના બની હતી. આ ઘટનામાં અંદાજે 20 દિવસ બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે. એક તરફ સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો સામે ગુજરાત પોલીસ મુહીમ ઉપાડી છે. અને વ્યાજખોરોના ચુંગાલમાંથી છોડાવવા માટેની ઝુંબેશ ચલાવી રહી છે. ત્યાં બીજી તરફ સુરતમાંથી આ જ પ્રકારે રૂપિયાની લેતીદેતીમાં પઠાણી ઉઘરાણી કરાતા મૂળ રાજસ્થાનના અને સુરતમાં એક વર્ષથી વધુ સમયથી રહેતા દીનારામ જાટ દ્વારા ગળે ફાંસો ખાય આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. અંદાજે 20 દિવસ પહેલા આપઘાત કરનાર યુવકના કેસમાં પોલીસે ગતરોજ દૂષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. આ પઠાણી ઉઘરાણી બીજું કોઈ નહીં. પરંતુ, તેના સગા બનેવી દ્વારા કરવામાં આવતી હતી. આ સાથે રાજસ્થાનના અન્ય ત્રણ વ્યક્તિ દ્વારા પઠાણી ઉઘરાણી અને માર મારવાની ધમકી આપવામાં આવતી હતી. આ અંગેની સુસાઇડ નોટ અને વીડિયો બનાવી આપઘાત કરી લીધા હોવાનું સામે આવ્યું છે.
રૂપિયાની લેતીદેતીમાં આપઘાત
ઉધનામાં રૂપિયાની લેતીદેતી મામલે યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ગત 22 ડિસેમ્બરના રોજ આપઘાત કર્યો હતો. આપઘાત કરતાં પહેલાં યુવકે સુસાઇડ નોટ લખી મિત્રને વીડિયો ઉતારીને મોકલ્યો હતો. દિનારામ ઉમારામ જાટ નામના રાજસ્થાની યુવકે આપઘાત કરી લીધો હતો. સાળા અને બનેવી વચ્ચે ધંધાકીય રૂપિયાની લેતીદેતીમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
દીકરો એક વર્ષથી વતન નહોતો આવ્યો
આપઘાત કરી લેનાર દીનારામ ફર્નિચરનું કામ કરતો હતો. સાળા અને બનેવી વચ્ચે ધંધાકીય બાબતને લઈ માથાકૂટ ચાલી આવી હતી. બનેવી અમરારામ દ્વારા દિનારામને બાકી નીકળતા રૂપિયા માટે દબાણ કરતો હતો. અમરારામ સહિત અન્ય શખ્સો 15 હજારના 75 હજાર રૂપિયા વસૂલ કર્યા હતાં.ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના નામના શખ્સે 15 હજારના અવેજમાં 75 હજાર દીનારામ પાસે કઢાવ્યા હતા. છતાં બાદમાં ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના દ્વારા વધુ 1.50 લાખની ઉઘરાણી કાઢવામાં આવી હતી.
મૃતક ફર્નિચરનું કામ કરતો હતો
આપઘાત કરી લેનાર દીનારામ ફર્નિચરનું કામ કરતો હતો. સાળા અને બનેવી વચ્ચે ધંધાકીય બાબતને લઈ માથાકૂટ ચાલી આવી હતી. બનેવી અમરારામ દ્વારા દિનારામને બાકી નીકળતા રૂપિયા માટે દબાણ કરતો હતો. અમરારામ સહિત અન્ય શખ્સો 15 હજારના 75 હજાર રૂપિયા વસૂલ કર્યા હતાં.ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના નામના શખ્સે 15 હજારના અવેજમાં 75 હજાર દીનારામ પાસે કઢાવ્યા હતા. છતાં બાદમાં ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના દ્વારા વધુ 1.50 લાખની ઉઘરાણી કાઢવામાં આવી હતી.
પોલીસે ગુનો નોધ્યો
ઉધના પોલીસે મૃતકના સંબંધીઓની ફરિયાદના આધારે આપઘાત કરવા મજબૂર કરનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં મૃતકના બનેવી અમરારામ ઉર્ફે અમરચંદ જાટ, અંતારામ બારીક રામ રતન જાટ, ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના જાટ સામે ગુનો દાખલ કરીને તેમને ઝડપી લેવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
સુસાઈડ અગાઉનો વીડિયો સામે આવ્યો
મૃતકે સુસાઈડ કરતાં અગાઉ આપઘાત કરવા પાછળ આપવીતી વર્ણવ તો વીડિયો બનાવ્યો હતો. આ વિડીયો તેના મિત્રને મોકલ્યો હતો.વીડિયોમાં તેને લખેલી સુસાઈડ નોટ પણ બતાવી હતી. સુસાઈડ નોટ બતાવતાં કહ્યું હતું કે, જે પ્રોબ્લેમ છે એ આ કાગળમાં લખી નાખી છે. મને એ લોકો ખૂબ હેરાન કરે છે. એમ પણ તે વારંવાર બોલતો વીડિયોમાં નજરે ચડે છે.
ધ્રુસકે ધ્રુસકે રડ્યો
આપઘાત અગાઉ રાજસ્થાની યુવક દિન આરામ જાટે રાજસ્થાની ભાષામાં વિડીયો બનાવ્યો હતો. આ વીડિયો સામે આવ્યો છે. તેમાં મૃતક યુવક ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હોવાનું સામે આવ્યું છે. યુવકના મોતના 20 દિવસ બાદ તેના માતા પિતા વતનથી આવ્યા છે. આ વીડિયો બનાવી તેના સુરતના મિત્રને મોકલ્યો હતો.જેમાં આપઘાત કરતા પહેલા દીનારામ જાટ વિડીયો બનાવીને પોતાની આપ વીતી જણાવી રહ્યો છે. તેને તેના બનેવી અમરારામ ઉર્ફે અમરચંદ જાટ દ્વારા વારંવાર રૂપિયાને લઈને ધમકીઓ આપવામાં આવી રહી છે. તેવું તે રડતા રડતા જણાવી રહ્યો છે. આ ઉપરાંત તે પોતાના પરિવારની માફી પણ માંગી રહ્યો છે. સાથે સાથે 15000 રૂપિયાના દોઢ લાખ રૂપિયા ની ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને તે માટે તે રોજના 50 કોલ કરી રહ્યો છે તેવું રડતા રડતા રાજસ્થાની ભાષામાં જણાવી રહ્યો છે.
વીડિયોમાં માફી માગી
મૃતકે તેના મિત્રને લખેલા વીડિયોમાં કહ્યું હતું કે મા ઔર અનુ/ટપુ માફ કરના, ઔર મેરી બહેના, આજ જો કુચ કરને જા રહા હૂં. ઈસકે લિયે મૈં આપસે માફી માગતા હૂં. મૈં પરેશાન હો ગયા હૂં. અમરચંદ આત્મારામ બારીક પ્રોફેસર 1.50 લાખ કા આઠ લાખ માગ રહા હૈં. જો રોજ દિન મેં પચાસ ફોન કરતા હૈ. ઔર નિકુંજ ભાઈ કા બહોત બહોત ધન્યાવાદ કરતા હૂં. જો સુરત મેં મેરો કો બહુત સપોર્ટ કિયા ઔર મેં સુખારામ ડો. બલદેવજી પાંચકાકાજી આપસે માફી ચાહતા હૂં. આપ લોકો કે પરિવાર મેરે કો બહોત સપોર્ટ કી. મેરી બાઈ ઔર મેડમ ઔર રામ રતન દિદાસ, પૂનારામ હિદાસ કાલા ઔર ધર્મેન્દ્ર મુન્ના ધોલેરાવ ખુર્ત રૂપારામને મુજે 15 હજાર દિયા એક સાલ પહેલે, ઉનકો 72 હજાર વાપીસ દે દિયા ઔર એક આઈફઓન મેરે સે લોન કર દિયા. ઉસકી વો એક ભી કિસ્ત નહિ દી. 10 હજાર મહિને કી કિસ્તથી વો ભી અમરચંદ કે સાથ મિલકે બહોત પરેશાન કિયા હૈ ઔર અબ ભી કર રહા હૈ. આપ કે ભરોસે હી આજ અભી પાંચ બજે દુનિયા સે જા રહા હૂં. આપ માફ કરના દિનારામ...મૈં મુનીબેન ઔર સુરબાબેન સે માફી માગતા હૂં, મેરે પાસ બે મિસ્ત્રી હે ખિવરાજ ઔર પપ્પુ ઉનકા કોઈ દોષ નહિ હૈ..બાકી આજ કે મેરે ફોન મેં વીડિયો બનાવાયા હુઆ..
અમારે ન્યાય જોઈએ-માતા
મૃતકની માતાએ નયનાદેવી જાટ રડત રડતાં કહ્યું કે, 20 દિવસથી રોટલી ખાવ તો પણ ધૂળ જેવી લાગે છે. અમારે કમાનાર આ એક જ દીકરો હતો. તેના પર જ ઘર ચાલતું હતું. અમારા દીકરાને ધાક ધમકી અપાતી હતી. ન્યાયની માગ જ અમે કરી રહ્યા છીએ. અમારા દીકરાને આ રીતે મોતને ઘાટ ઉતારનાને આકરામાં આકરી સજા થાય તેવી જ અમારી માગ છે. કોણ ધમકી આપતું હતું એ હું નથી જાણતી. બસ મને ન્યાય જોઈએ છે. પોલીસ પાસે સુસાઇડ નોટ પણ છે અને તેનો વિડિયો પણ છે. બસ મારે માત્ર ન્યાય જોઈએ છે.
દોઢ વર્ષથી હેરાન કરાતો હતો-સંબંધી
મૃતકના સંબંધી અને સુરતમાં રહેતા આદુરામ જાટે જણાવ્યું હતું કે, દીનારામને ખૂબ હેરાન કરાતો હતો.તેના બનેવી અમરા રામ સાથે ફર્નિચરનું કામ કરતો હતો. બંને વચ્ચે ધંધાને લઈને કોઈ રૂપિયાની માથાકૂટ ચાલી રહી હતી. વાપીમાં ફર્નિચરના કામમાં રૂપિયાને લઈ માથાકૂટ થઈ હતી. તે રૂપિયાની ઉઘરાણી પણ તેનો બનેવી કરી રહ્યો હતો. આ દરમિયાન 15 હજાર રૂપિયા 10% ના વ્યાજે રાજસ્થાનના ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના પાસે લીધા હતા. જે ધર્મેન્દ્ર અને અમરા રામ સહિત બીજા અન્ય બે ફોન કરી ઉઘરાણી કરતા હતા. 15000ના 75 હજાર રૂપિયા આપી દીધા હોવા છતાં ખૂબ જ મોટું વ્યાજ ચડાવીને દોઢ લાખ રૂપિયા માંગવામાં આવી રહ્યા હતા. રૂપિયાની ઉઘરાણી માટે તેને ખૂબ જ પરેશાન કરવામાં આવતો હતો. જેથી તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારમાં ગામમાં તેની માતા અને તેની પત્ની એકલા રહે છે. એકનો એક કમાનાર હતા જેનું આ રીતે મૃત્યુ થઈ જતા પરિવાર ન્યાયની આસ લગાવી રહ્યું છે. દિનારામના મૃત્યુથી પરિવાર નોંધારું બન્યું છે. ચાર વ્યક્તિના નામ લખીને તેણે સુસાઈડ કરી લીધું હતું. હજુ આરોપી સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.પરિવાર ન્યાય ની માંગ કરી રહ્યુંછે.
ભાડાના મકાનમાં આપઘાત કર્યો હતો
પોલીસ ફરિયાદ અનુસાર 22 ડિસેમ્બરના રોજ સાડાઆઠ વાગ્યે સુરત ખાતેના ભાડાના રહેણાકના મકાનના રસોડાના છતના ભાગે લાગેલ લોખંડના હૂક સાથે નાઈલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પોતે એક સુસાઈડ નોટ લખી હતી.
ઉધના પોલીસે ચાર સામે દુષ્પ્રેરણાનો ગુનો નોધ્યો
ઉધના પોલીસે મૃતકના સંબંધીઓની ફરિયાદના આધારે આપઘાત કરવા મજબૂર કરનાર સામે ગુનો નોધવામાં આવ્યો છે. ઉધના પોલીસે જે તે સમયે ૨૨ ડિસેમ્બરના રોજ દીના રામના મોત પાછળ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પરંતુ તપાસ દરમિયાન સુસાઇડ નોટ અને તેનો આપઘાત પહેલા નો વિડીયો સામે આવતા પોલીસે આ ગુનામાં દુષ પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.જેમાં પોલીસે મૃતકના બનેવી અમરારામ ઉર્ફે અમરચંદ જાટ,અંતારામ બારીક,રામ રતન જાટ,ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના જાટ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
વ્યાજ વટાવનું કરણ સામે આવશે તો મની લોન્ડરીંગ કલમ ઉમેરાશે
રાજસ્થાની યુવકના આપઘાત ને લઈ શહેરમાં ભારે ચર્ચાઓ ઉઠી છે. ત્યારે આ અંગે ઉધના ના એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે આ કેસમાં મરનાર દીનારામ જાટના સગા બનેવી અમરારામ જાટ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતો હતો. દોઢ લાખની ધંધામાં રૂપિયાની લેતી દેતી માં આઠ લાખ રૂપિયા પોતાના સાડા પાસે માંગણી કરતો હતો. આ ઉપરાંત અન્ય ત્રણ ઈસમો પણ સુસાઇડ નોટમાં અને વીડિયોમાં ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ આ તમામ સામે દુસ પ્રેરણા નો ગુનો નોંધ્યો છે. હાલ પૂરતી તપાસમાં આ કેસમાં ક્યાંય વ્યાજ ને લઈને યુવકે આપઘાત કર્યો હોય કે તેની પાસે ઉઘરાણી કરાવતી હોય તેવું સામે આવ્યું નથી. પોલીસની આગળની તપાસમાં વ્યાજ વટાવ ને લઈ જો યુવકને પરેશાન કરાતો હોવાનું સામે આવશે તો આરોપીઓ સામે મની લોન્ડરીંગ એક્ટ મુજબનો ગુનો નોંધી કલમનો ઉમેરો કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.