સિટી બસચાલકની બેદરકારી:સુરતમાં મહિલા બાળક સાથે બસમાંથી ઉતરે તે પહેલા જ ડ્રાઇવરે બસ ભગાવી મૂકતા રસ્તા પર પટકાતા બંને ઇજાગ્રસ્ત

સુરતએક મહિનો પહેલા
સિટી બસમાંથી ઉતરતી મહિલા તેના બાળક સાથે રસ્તા પર પટકાઈ.
  • અકસ્માત બાદ એકઠા થયેલા લોકોના ટોળાએ બસના ડ્રાઈવર સામે રોષ પ્રદર્શિત કર્યો

સુરતમાં સિટી બસ ચાલકોની બેદરકારીને કારણે અકસ્માતોમાં દિવસે દિવસે વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વેડ રોડ વિસ્તારમાં સીટી બસમાંથી ઉતરતી મહિલા તેના બાળક સાથે રસ્તા પર પટકાઈ હતી. મહિલા બસમાંથી ઉતરે તે પહેલા જ ડ્રાઇવરે બસ ભગાવી મૂકતા મહિલા બાળક સાથે પટકાતા તેને ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

ડ્રાઇવરે અચાનક બસ ચાલુ કરી દીધી
ઇજાગ્રસ્ત મનીષાબેને જણાવ્યું હતું કે, હું મારા બાળક સાથે 254 નંબરની બસમાં મુસાફરી કરીને નીચે ઉતરી રહી હતી. તે દરમિયાન જ અચાનક બસ શરૂ થઈ ગઈ હતી. જેથી મારું સંતુલન બગડી ગયું અને હું બાળક સાથે રસ્તા પર પટકાઈ ગઈ જેથી મને ઇજાઓ પહોંચી છે.

મહિલા બસમાંથી ઉતરે તે પહેલા જ ડ્રાઇવરે બસ ભગાવી મૂકી હતી.
મહિલા બસમાંથી ઉતરે તે પહેલા જ ડ્રાઇવરે બસ ભગાવી મૂકી હતી.

ડ્રાઇવરને બેદરકારી સામે રોષ
મુસાફર મંજુબેનને જણાવ્યું હતું કે, ડ્રાઇવર દ્વારા ભૂલ કરવામાં આવી છે. દરવાજો અચાનક ક્યારેક ખોલી નાખવામાં આવતો હોય છે. તો ક્યારેક આ રીતે લોકો બસમાંથી ઉતરે તે પહેલા જ બસ હંકારી મૂકવાની ઘટનાઓ અવારનવાર બને છે. આ મહિલા અને તેના છોકરા બંને નીતે પડી જતા ઈજા પહોંચી છે. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડ્રાઇવરો દ્વારા અવારનવાર થતી બેદરકારી સામે પગલાં લેવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...