અકસ્માત:સુરતમાં દવા લેવા મોપેડ પર નીકળેલી મહિલાનું ટ્રક અડફેટે મોત, લોકોએ પીછો કરીને ભાગતા ટ્રક ચાલકને ઝડપી લીધો

સુરત2 મહિનો પહેલા
અકસ્માત બાદ ભાગતાં ટ્રક ચાલકને લોકોએ ઝડપી મેથીપાક આપ્યો હતો.
  • પતિએ સિવિલ હોસ્પિટલમાં વલોપાત કરતાં કહ્યું, 'ખબર હોત તો જવા જ ન દેત'

સુરતના ખટોદરામાં રોકડીયા હનુમાન મંદિર પાસે ટ્રકે મોપેડ સવાર મહિલાને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. મધરાત્રે હિટ એન્ડ રન કેસમાં અકસ્માત કરી ભાગેલા ટ્રક ચાલકને લોકોએ ફિલ્મી ઢબે પીછો કરી પકડ્યો હતો. મૃતક વૈશાલીબેન શાહ રેડીમેન્ટ ગરમેન્ટના વેપારી હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં પણ વૈશાલી દવા લેવા નીકળી અને કાળ ભરખી ગયો હોવાનું પતિએ જણાવ્યું હતું.

પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી.
પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી.

રાહદારીએ જાણ કરી
કેતન શાહ (મૃતક વૈશાલી બેનના પતિ) એ જણાવ્યું હતું કે, પત્નીના ફોન પરથી રાહદારી અજાણ્યાનો અવાજ સાંભળી અચંબો થયો હતો. ત્યારબાદ અકસ્માત થયો હોવાની વાત સાંભળી પગ તળિયે થી જમીન સરકી ગઈ હતી. દોડીને ગયા તો સિવિલમાં મૃતદેહ જ જોવા મળ્યો. પત્ની સાથે છેલ્લા બે ક્ષણ વાત પણ ન કરી શક્યો. ખબર જ ન હતી કે, દવા લેવા જઇ રહેલી પત્નીને કાળ ભરખી જશે. નહિતર જવા જ નહીં દીધી હોત.

મોપેડ પર મહિલા જતી એ વખતે અકસ્માત સર્જાયો હતો.
મોપેડ પર મહિલા જતી એ વખતે અકસ્માત સર્જાયો હતો.

ટ્રક ચાલક સામે પગલાં લેવાય-પતિ
વધુમાં જણાવ્યું હતું કે, અમે બન્ને ઘોડદોડ રોડ પર આવેલી અભિનંદન માર્કેટમાં કપડાની એટલે કે, રેડીમેન્ટ ગારમેન્ટની દુકાન ચાલવીએ છીએ. વૈશાલી દુકાન પરથી જ દવા લઈ ઘરે પહોંચીશ એમ કહી નીકળી હતી. 45 વર્ષની જ ઉંમર હતી. હજી તો સેટલ થયેલી જિંદગી જીવવાની બાકી હતી. ખૂબ સાથ આપ્યો ને જ્યારે જીવવાનો સમય આવ્યો તો એકલી મૂકીને જતી રહી. બસ ટ્રક ચાલક સામે કડક પગલાં ભરાઈ એ જ માગ કરીએ છીએ.