સુરત શહેરમાં સતત હત્યાના કેસો વધી રહ્યા છે.ત્યારે ઉધના વિસ્તારમાં બે દિવસ પહેલા જંગલ ઝાડીમાંથી મહિલાની હત્યા કરાયેલા મળી આવેલા મૃતદેહ પ્રકરણમાં પોલીસ એક ને ઝડપી પાડ્યો છે. ACP એ જણાવ્યું હતું કે હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવતા આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં પણ મહિલાનો મોબાઈલ જ હત્યારા સુધી લઈ જવામાં કદી રૂપ સાબિત થયો છે.
3 દિવસમાં આરોપી ઝડપાયો
જે. ટી. સોનાર(એસીપી બી ડિવિઝન)એ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા જેપી મિલ પાસેની ઝાડી-જંગલમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં મહિલાની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઉડાણપૂર્વકની તપાસ કરતા મહિલાની હત્યાની કેટલીક કડીઓ મળી હતી. આખરે ત્રણ દિવસમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે.
ફોનના આધારે આરોપી ઝડપાયો
મૃત મહિલાનો મોબાઈલ ફોન જ પોલીસને આરોપી સુધી લઈ ગયો હતો. તપાસ કરતા આરોપી ઓડિશા ગંજામ જિલ્લાનો વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં રહેતો સત્યનારાયણ શેટ્ટી હોવાની કડી મળી હતી. બન્ને એકબીજાના પરિચય અને પ્રેમમાં હતા. જોકે પ્રેમસંબંધના બે માસ બાદ સત્યનારાયણનું અન્ય યુવતી સાથે સગાઈ થઈ જતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. પરિણામે સત્યનારાયણે મહિલાના માથામાં પથ્થર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો દીધી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી કાઢયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.