નશાનો સપ્લાયર ઝડપાયો:સુરતમાં બે વર્ષથી ગાંજાની સપ્લાયના કેસમાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી પકડાયો

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
  • પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને ઝડપ્યો

સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ગાંજાના સપ્લાયમાં નાસતા ફરતા આરોપીને કોમલ સર્કલ પાસેથી સાગર ભાગબાત મોહંતીને ઝડપી પાડવામાં આવ્યો છે. ઉધના રામનગર સોસાયટી વિભાગ-1 રહેતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. નાસતા ફરતા સ્ક્વોડને બાતમી મળી હતી કે, ભાગબાત મોહંતી પાંડેસરા વિસ્તારમાં આવવાનો છે. જેની હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડયો હતો.

આરોપી વોન્ટેડ હતો
મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં 18 ફેબ્રુઆરી 2020ના રોજ મહિધરપુરા રેલ્વે સ્ટેશનની બહાર ટેક્ષી પાર્કીંગ પાસે જાહેર રોડ ઉપરથી જનાર્દન સીમાંચલને ગાંજાનો જથ્થો 114.176કિલો ગ્રામ કિ.રૂ 1, 41769 ના સાથે પકડી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંજાનો જથ્થો સાગર ભાગબાત મોહંતી નામના ઈસમના કહેવાથી ઓડિશા જી.ગંજામ ખાતેથી ગાંજો લઈને સુરત શહેરમાં તેને આપવા આવેલ હોવાની હકીકત પકડાયેલ આરોપીએ જણાવતા સાગર મોહંતીને ગુનાની ફરીયાદમાં વોન્ટેડ બતાવવામાં આવ્યો હતો .

દમણ રહેતો હતો
આરોપી વિરુધ્ધમા ગુનો નોંધાતા તે સુરત શહેર છોડી દમણ રહેવા જતો રહ્યો હતો. દરમિયાન આજરોજ તે સુરત શહેરમાં પાંડેસરા ખાતે આવવાનો હોવાની મળેલ હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો હતો. આરોપીને મહિધરપુરા પોલીસ સ્ટેશનને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.