તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, A Team Of 181 Guided A Woman Who Was Thinking Of Committing Suicide Because She Was Fed Up With Her Husband's Life.

કાઉન્સેલિંગ:સુરતમાં પતિએ મારઝૂડ કરતાં જિંદગીથી કંટાળી આત્મહત્યા કરવાનું વિચારતી મહિલાને 181ની ટીમે માર્ગદર્શન આપ્યું

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલાના પતિને સાથે રાખીને વાતચીત કર્યા બાદ પ્રશ્નનો નિવેડો લવાયો હતો.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
મહિલાના પતિને સાથે રાખીને વાતચીત કર્યા બાદ પ્રશ્નનો નિવેડો લવાયો હતો.(ફાઈલ તસવીર)
  • પતિએ ઘરમાંથી બહાર કાઢી મૂકતા મહિલા લાચાર બની હતી

શહેરમા રહેતી એક પરણિતાને તેના પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. ઘરમાં મારઝૂડ કરીને કાઢી મૂકાયા બાદ મહિલા લાચાર બની ગઈ હતી. 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવ્યું કે, હું જિંદગીથી ત્રાસી ગઇ છું અને હવે આત્મહત્યા કર્યા સીવાય માર્ગ નથી. જેથી અભયમ ટીમ ઉમરા એ તાત્કાલિક પહોંચી તેને માર્ગદર્શન આપી આત્મહત્યા કરવાનાં પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

પતિએ બીજા લગ્ન કર્યા હતા
મળતી માહિતી અનુસાર ફાતિમા(નામ બદલેલ છે) માલેગાંવ મહારાષ્ટ્રના લગ્ન સુરત ખાતે થયા હતાં. ફાતીમાને એક દિવ્યાંગ બાળક છે. ફાતિમાના પતિએ તેની જાણ કર્યા વગર બીજા લગ્ન કર્યા હતાં. જેનો ફાતિમા એ વિરોધ કરતા મારઝૂડ કરી ઘર બહાર કાઢી મુકતા તેઓ પોતાના પિયર નાના બાળકને જતા રહ્યાં હતાં. જ્યાં ભરણ પોષણનો કેસ કર્યો હતો. બે વર્ષ બાદ સુરત આવેલી ફાતિમાને તેમના પતિએ ઘરમાં આવવા દીધા ન હતાં અને મારઝૂડ કરી કાઢી મુકતા તેઓને કોઈ રસ્તો ના સુઝતા આત્મહત્યા કરતા પહેલા પોલીસને જાણ કરતા 181 મહિલા હેલ્પલાઇનને કાઉન્સેલિંગ માટે જણાવતા અભયમ ટીમે તેમને આશ્વાસન આપી હિંમત આપી હતી.

પરણિતાને હિંમત અપાઈ હતી
પરણિતાના પતિને બોલાવી તેઓને રાખવા જણાવ્યું હતું. પરંતુ, તેઓએ જણાવ્યું કે, મારે છૂટા છેડા આપવા છે. ફાતિમા પણ છૂટા છેડા મળે તો આગળની જિંદગી જીવવા તૈયાર છે. જેથી તેઓને સાથે રાખી નિર્ણય લેવામાં આવ્યો હતો. બાળક નાનો છે. ત્યાં સુધી તેની માતા પાસે રહેશે. આ ઉપરાંત કોર્ટ કાર્યવાહી ચાલુ છે. જેની મુદત આવે ત્યાં સુધી રાહ જોશે ફાતિમા તથા તેના બાળકના ભરણ પોષણની સામાજિક કે, કોર્ટ નક્કી કરે, તે રકમ આપવા તૈયાર થયા હતાં. ફાતિમાને જિંદગી જીવવા હિંમત આપી હતી.