છેતરપિંડી:સુરતમાં 60થી 70 ટકાના વળતરની લાલચે અલગ અલગ કરન્સીમાં રોકાણ કરાવી 15 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે આરોપીઓને ઝડપી લઈને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. - Divya Bhaskar
પોલીસે આરોપીઓને ઝડપી લઈને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
  • FOXOREX કંપનીની લીંક મોકલી તેમાં એકાઉન્ટ બનાવડાવી કરન્સીમાં ઈન્વેસ્ટ કરવાનું કહેવાતું

સુરતમાં FOXOREX કંપનીમાં અલગ અલગ કરન્સીમાં રોકાણ કરવાથી 60થી 70 ટકા વળતર મળશે તેવી લોભામણી વાતો કરી કંપનીની લીંક મોકલી તેમાં એકાઉન્ટ બનાવડાવી કરન્સીમાં રોકાણ કરવાનું કહી ફરિયાદી પાસેથી 15.50 લાખ જેટલી રકમ મેળવી 14.74 લાખ પરત ન આપી છેતરપિંડી કરનાર આરોપીઓને પોલીસે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ત્રણ આરોપી ઝડપાયા
પોલીસે ટેક્નીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં (1) રેહાન વારીસ અર્ષદ ખાન (2) ઝદા શાહઝેબ ઝદા અહમંદ ઝદા તાજમીન શેખ (3) મોહમદ ઝાયેદ મોહમદ મેમણનાને ઝડપી લઈને પોલીસે કોરોના વાઈરસ અંગેનો રિપોર્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપી પાસેથી પકડાયેલો મુદ્દામાલ
પોલીસે ઝડપી લીધેલા ત્રણેય આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન અને 1 લેપટોપ મળી આવ્યાં હતાં.

ઓનલાઈન આવતી લીંક પર ભરોસો ન કરવા પોલીસ કમિશનરે ટીપ્સ આપી હતી.
ઓનલાઈન આવતી લીંક પર ભરોસો ન કરવા પોલીસ કમિશનરે ટીપ્સ આપી હતી.

કેવી રીતે બચી શકાય
પોલીસ કમિશનરે કહ્યું કે, FOXOREX કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લલચામણી વાતોમાં આવી ઈન્વેસ્ટમેન્ટ કરવું નહીં.તથા કોઈપણ કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરતા પહેલા કંપની વિશે પૂરી માહિતી મેળવી ઓફિશિયલ કંપનીમાં જ ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...