અંગદાન:સુરતમાં વિદ્યાર્થિનીએ પિતાના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ભારે હૈયે નશ્વર દેહને મુખાગ્નિ આપ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શીતલભાઈ(ફાઈલ તસવીર) બ્રેઈનડેડ જાહેર થયા બાદ અંગદાન કરાયું હતું. - Divya Bhaskar
શીતલભાઈ(ફાઈલ તસવીર) બ્રેઈનડેડ જાહેર થયા બાદ અંગદાન કરાયું હતું.
  • સુરતી મોઢવણિક સમાજના બ્રેઈનડેડ શીતલભાઈના અંગોથી પાંચને નવું જીવન મળ્યું

સુરતી મોઢવણિક સમાજના બ્રેઈનડેડ શીતલભાઈ ધનસુખભાઈ ગાંધીના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરાયું હતું. એસવાયબીકોમમાં અભ્યાસ કરતી દીકરીએ પિતાના અંગોનું દાન કરાવી ભારે હૈયે અગ્નિદાહ આપ્યો હતો. શીતલભાઈના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળવાની સાથે સાથે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવવામાં આવી છે.

માથામાં દુખાવાનું કારણ જાણવા માટે મગજનું MRI કરાવાયું હતું.
માથામાં દુખાવાનું કારણ જાણવા માટે મગજનું MRI કરાવાયું હતું.

માથામાં દુઃખાવા બાદ ઉલટીઓ થઈ હતી
પાલનપુર જકાતનાકા, ભેસાણ, રાંદેર, સુરત ખાતે રહેતા શીતલભાઈને બે-ત્રણ દિવસથી માથામાં દુઃખાવો અને ઉલટી થતી હતી. ગુરુવાર, તા.14 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે પરિવારજનોએ તેમને યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં ડૉ.વિજય મેહતાની સારવાર હેઠળ દાખલ કર્યા હતા.માથામાં દુખાવાનું કારણ જાણવા માટે મગજનું MRI બ્રેઈન કરાવતા મગજને લોહી પહોંચાડતી નસો સાંકળી થઇ ગયેલ હોવાનું તેમજ મગજની અંદરની નસો ફૂલી ગયેલ અને ફૂલેલ ભાગ ફાટી ગયેલ હોવાનું નિદાન થયું હતું. જેના માટે કોઈલીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મગજની બીજી નસો પણ ફૂલી જતા મગજમાં લોહી વહી જવાથી બ્રેઈન હેમરેજ થયું હતું.

મૃતકના સગા સંબંધીઓએ અંગદાતાને પ્રણામ કર્યા હતા
મૃતકના સગા સંબંધીઓએ અંગદાતાને પ્રણામ કર્યા હતા

પરિવારને અંગદાનનું મહત્વ સમજાવાયું
તા. 16 એપ્રિલના રોજ યુનાઇટેડ ગ્રીન હોસ્પીટલના ડોક્ટરોએ શીતલભાઈને બ્રેનડેડ જાહેર કરતા ન્યુરોસર્જન ડૉ.જેનીલ ગુરનાનીએ ડોનેટ લાઈફનો ટેલીફોનીક સંપર્ક કરી શીતલભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી શીતલભાઈના પિતરાઈ ભાઈ બંસીભાઇ ગાંધી સાથે રહી શીતલભાઈના પત્ની કામીનીબેન, પુત્રી વૈદેહી, બનેવી કિરણભાઈ, રમીલાબેન તેમજ પ્રવીણભાઈ ઓલીયાવાળા, ભદ્રેશ શેઠના, ભત્રીજા પ્રશાંત અને રત્નેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

પતિ સહિતના પરિવારે ભારે હૈયે અંગદાનનો નિર્ણય કર્યો હતો
પતિ સહિતના પરિવારે ભારે હૈયે અંગદાનનો નિર્ણય કર્યો હતો

​​​પત્ની સહિતના પરિવારે સહમતિ આપી
શીતલભાઈના પત્ની કામીનીબેને જણાવ્યું કે, અમે ખુબ-જ સામાન્ય પરિવારના છીએ. મારા પતિની સારવારનો ખર્ચ પણ જેમ-તેમ કરીને કર્યો છે. મારા પતિ મેડીકલ સ્ટોરમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા હતા. હું ઘરે સિલાઈ કામ કરીને તેઓને અમારા પરિવારના જીવન નિર્વાહમાં મદદ કરું છું. મારા પતિ બ્રેઈનડેડ છે, અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે, મારા પતિના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળશે. અમને એવું લાગશે કે મારા પતિ આ દુનિયામાં જીવિત જ છે. તેમના પિતરાઈ ભાઈ બંસીભાઇ ગાંધીએ પણ મને અંગદાન માટે જણાવ્યું હતું. આમ, હૃદયને ખુબ જ કઠણ કરીને ખુબ જ ભારે હૈયે શીતલભાઈના પત્ની કામીનીબેને અંગદાન માટે સંમતી આપી હતી.

દીકરીએ અંગદાતા પિતાના નશ્વર દેહને અગ્નિદાહ આપ્યો હતો
દીકરીએ અંગદાતા પિતાના નશ્વર દેહને અગ્નિદાહ આપ્યો હતો

દીકરીએ અગ્નિદાહ આપ્યો
શીતલભાઈના માતા-પિતા 80 વર્ષથી વધુ ઉંમરના છે, તેમની પુત્રી વૈદેહી SPB કોલેજમાં S.Y.B.COMમાં અભ્યાસ કરે છે, સાથે સાથે CAનો અભ્યાસ પણ કરી રહી છે. સોમવારે તેની S.Y.B.COMની પરીક્ષા હતી. આ પરીક્ષા આપ્યા પછી પુત્રી વૈદેહીએ ભારે હૈયે પિતાને અગ્નિદાહ આપ્યો હતો. વૃદ્ધ માતા-પિતા ધનસુખભાઈ અને ઉષાબેન, શીતલભાઈની પત્ની કામીનીબેન અને પુત્રી વૈદેહીએ અંગદાનનો નિર્ણય કર્યો હતો.

અંગદાતાને હાજર સૌ લોકોએ અંતિમ સલામી આપી હતી
અંગદાતાને હાજર સૌ લોકોએ અંતિમ સલામી આપી હતી

ફેફસા હૈદરાબાદ મોકલાયા
SOTTO દ્વારા હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પીટલને, એક કિડની અને લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પીટલને, બીજી કિડની અમદાવાદની IKDRCને ફાળવવામાં આવી હતી. NOTTO દ્વારા ફેફસા હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. દાનમાં મેળવવામાં આવેલા લિવર અને એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી ૩૬ વર્ષીય મહિલામાં અને વાપીની રહેવાસી 37 વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ૩૯ વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRCમાં કરાવવામાં આવ્યું છે.

પોલીસે ગ્રીન કોરીડોર કરીને અંગદાનની પ્રક્રિયામાં સહકાર આપ્યો હતો
પોલીસે ગ્રીન કોરીડોર કરીને અંગદાનની પ્રક્રિયામાં સહકાર આપ્યો હતો

ગ્રીન કોરીડોર કરાયો
અમદાવાદની સીમ્સ હોસ્પિટલના ડૉ.ધવલ નાયક અને તેમની ટીમ હૃદય લેવા માટે સુરત આવ્યા હતા. તેઓ દ્વારા ICUમાં શીતલભાઈનો 2D ઇકો કરવામાં આવ્યો હતો અને તે નોર્મલ જણાયો હતો. પરંતુ ઓપરેશન થિયેટરમાં સ્ટર્નોટોમી કરીને હૃદયની તપાસ કરતાં ધમનીઓમાં બ્લોકેજ હોવાને કારણે હૃદય સીમ્સ હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું ના હતું.ફેફસાના દાન લેવા માટે હૈદરાબાદની કીમ્સ હોસ્પીટલના ડોક્ટરોની ટીમ સુરત આવી હતી બ્રોન્કોસ્કોપી કરી ફેફસાની તપાસ કરતા ફેફસાં સારા હોવાનું જણાયું હતું પરંતુ લોજીસ્ટીક પ્રોબલમને કારણે ફેફસાનું દાન થઇ શક્યું ન હતું.કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.