• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, A Standard 4 Student Was Shifted To Civil Due To Hand And Foot Pain After General Fever And Was Declared Dead.

શંકાસ્પદ મોત:સુરતમાં ધોરણ 4ના વિદ્યાર્થીને સામાન્ય તાવ બાદ હાથ પગનો દુઃખાવો ઉપડતાં સિવિલમાં ખસેડાયો, મૃત જાહેર કરાયો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબેથી પ્રથમ મૃતક શુભમ - Divya Bhaskar
ડાબેથી પ્રથમ મૃતક શુભમ
  • શુક્રવારે પણ લિંબાયતના એક યુવાનને પેટમાં દુખાવો થતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

સુરતના પાંડેસરામાં ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સામાન્ય તાવ બાદ હાથ પગનો દુઃખાવો ઉપડ્યા બાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ તેને સારવાર દરમિયાન મૃત જાહેર કરાયો હતો. 11 વર્ષનો આ કિશોર એક મહિના બાદ 30 ઓગસ્ટે બિહારથી સુરત આવ્યો હતો. પરિવારમાં ત્રણ ભાઈ બહેનોમાં શુભમ નામનો આ કિશોર સૌથી મોટો હોવાનું પરિવારે જણાવ્યું હતું.

સિવિલમાં લાવ્યા બાદ મૃત જાહેર કરાયો
મૃતક કિશોરના પિતા રાહુલ શર્માએ જણાવ્યું હતું કે, તેઓ મુળ બિહારના રહેવાસી છે અને પાંડેસરના ક્રિષ્ણાનગરમાં રહે છે. ત્રણ સંતાનો પૈકી શુભમને ગુરુવારે અચાનક સામાન્ય તાવ આવ્યો હતો ત્યારે તેની માતાએ દવા આપી હતી. બાદમાં તેને સારૂ થઈ ગયું હતું. ત્યાર બાદ શુક્રવારે ફરી ઉથલો મારતા બપોરના સુમારે તેની તબિયત વધારે લથડી હતી. રાત્રે અચાનક કુદરતી હાજતે ગયા બાદ તેના બંને હાથ પગ દુઃખવા લાગ્યા હતાં. વહેલી સવારે શુભમને સિવિલ હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. શુભમના પિતા ડાઈગ મિલમાં હેલ્પર તરીકે કામ કરે છે.

લિંબાયતના યુવાનને પણ સિવિલમાં મૃત જાહેર કરાયો હતો
લિંબાયતના યુવાનને પણ સિવિલમાં મૃત જાહેર કરાયો હતો

લિંબાયતમાં પણ એક યુવાનનું શંકાસ્પદ મોત થયું હતું
સુરતના લીંબાયત નીલગિરિ વિસ્તારમાં એક યુવાનને અચાનક પેટમાં દુખાવો બાદ ઝાડા-ઊલટીની ફરિયાદ સાથે સિવિલ લવાતાં મૃત જાહેર કરાયો હતો. મૃતક હેમંત પાટીલે બે દિવસ પહેલાં કોરોનાની વેક્સિન લીધા બાદ હાથમાં દુખાવો શરૂ થઈ ગયો હોવાનું ભાઈ મહેન્દ્રએ કહ્યું હતું. હેમંતના શંકાસ્પદ મોતને લઈ મૃત્યુનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ જરૂરી હોવાનું મેડિકલ ઓફિસર ડો. આર.ડી. બર્મને જણાવ્યું હતું.મહેન્દ્ર પાટીલ (મૃતકનો મોટા ભાઈ)એ જણાવ્યું હતું હેમંત લીંબાયત નીલગિરિની શ્રી સાંઈનાથ સોસાયટીમાં માતા-પિતા સાથે રહેતો હતો. મહારાષ્ટ્રના વતની હેમંતભાઈ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતો હતો. બે દિવસ પહેલાં લીંબાયતમાં કોરોના વેક્સિન લીધા બાદ હાથમાં દુખાવો રહેતો હોવાનું ભાઈએ જણાવ્યું હતું.