• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, A Security Guard Looked Down On A 9 year old Girl Playing In A Society, Took Her In Solitude And Teased Her, Saying,

દુષ્કર્મની કોશિષ:સુરતમાં 9 વર્ષની બાળકી પર સિક્યુરિટી ગાર્ડે નજર બગાડી, 'કુત્તા દેખને ચલતે હૈ' કહી એકલતામાં લઈ જઈ છેડતી કરી

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • બાળકીએ સિક્યુરિટી ગાર્ડની ચુંગાલમાંથી નીકળી માતાને તમામ હકીકત કહી

સુરતમાં અમરોલીના રજવાડી પાર્ટી પ્લોટ પાસેની સોસાયટીમાં રમતી 9 વર્ષની બાળકી પર સિક્યુરિટી ગાર્ડએ એકલતાનો લાભ લઇ 'કુત્તા દેખને ચલતે હૈ'-કહી બાળકીને એકલતામાં લઈ જઈ દુષ્કર્મની કોશિષ કરતા ભારે હોબાળો થયો હતો. વાસના પીડિત ગાર્ડની ચુંગાલમાંથી ભાગેલી બાળકીના નિવેદન બાદ અમરોલી પોલીસે નરાધમ સામે પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બાળકી પર નિયત બગાડી
અમરોલી વિસ્તારમાં રજવાડી પાર્ટી પ્લોટ પાસે આવેલ સોસાયટીમાં રહેતો યુવાન રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે સાંજે સાત વાગ્યાના સમયે રીક્ષા ચલાવવા ગયો હતો. ત્યારે તેની પત્ની અને નવ વર્ષની પુત્રી ઘરે એકલા હતા. પરિણીતા ઘરે કામ કરી રહી હતી, ત્યારે તેની માત્ર નવ વર્ષની દીકરી સોસાયટીમાં રમી રહી હતી. સાંજે સાત વાગ્યના અરસામાં સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ પર હાજર ગડદુ કુમાર સાહેબ સાહ નામના યુવકે નવ વર્ષની બાળકી પર નિયત બગાડી હતી.

છેડતી કરી
બાળકીની એકલતાનો લાભ લઇ ગડદુ કુમાર સાહેબ સાહ તેની પાસે આવ્યો હતો, અને કુત્તા દેખને ચલતે હે તેમ કહી સોસાયટીમાં જ આવેલ ગાર્ડનની દિવાલ પાસે તેને લઇ ગયો હતો. જ્યાં નરાધમે બાળકીની છેડતી કરતા બાળકીએ બૂમાબૂમ કરી તેની ચુંગાલમાંથી નીકળી ગઈ હતી. ત્યારબાદ માતાને સઘળી હકીકત જણાવી હતી.પરિણીતાએ પતિને જાણ કરતા તાત્કાલિક ઘરે આવેલા માસૂમ દીકરીના પિતાએ હવસખોર સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.