સુરતના બુટલેગરે દારૂની હેરાફેરી માટે નવો કિમિયો અપનાવ્યો હતો. દારૂની પેટીઓની ડ્રાઇવર સીટ બનાવી દમણથી સુરત લાવતા સચિન પોલીસ સ્ટેશનના હાથે નોખી મોડસ ઓપરેન્ડી ઝડપાઈ ગઈ હતી. પીએસઆઈ જે.એચ. મચ્છરે જણાવ્યું હતું કે, બાતમીના આધારે દારૂનો જથ્થો પકડાયો છે. બોડી વગરનો થ્રી વ્હીલર ટેમ્પો અને તેના પણ ડ્રાઇવર સીટ દારૂની પેટીઓથી બનાવેલી મોડ્સ ઓપરેન્ડી સામે આવતા આશ્ચર્ય થયું હતું. 462 બીટલ સાથે પકડાયેલા બુટલેગર ગણેશ પવારની હાલ તપાસ ચાલી રહી છે.
ટેમ્પોની કેબિનમાંથી દારૂ ઝડપાયો
જેએચ મચ્છર (પીએસઆઈ, સચિન પોલીસ સ્ટેશન)એ જણાવ્યું હતું કે, બાતમીના આધારે ડાબાથી મોહણી ગામ જવાના રસ્તા ઉપર વોચ રાખવામાં આવી હતી. એક થ્રી વ્હીલ બોડી વગરના ટેમ્પામાં દારૂનો જથ્થો લવાય રહ્યો હોવાની માહિતી હતી. ટેમ્પો લઈને આવતા ઈસમને ઉભો રાખ્યા બાદ પણ કોઈ વસ્તુ મળી આવી નહોતી. જોકે ધ્યાન કેન્દ્રિત કરી તપાસ કરતા ડ્રાઇવર સીટને દારૂની પેટીઓથી સીટ બનાવી ચાલક દમણથી સુરતમાં દારૂ ઘુસાડવામાં સફળ થયો હતો.
46 હજારનો દારૂ ઝડપાયો
દમણ બાદ વલસાડ, પારડી, નવસારી બાદ પલસાણા થઇ બુલટેગર ગણેશ પવાર દારૂ ભરેલો ટેમ્પો લઈ ડાબા ગામથી મોહણી ગામ થઈ ડિંડોલી જઇ રહ્યો હતો. આયોજન પરફેક્ટ હતું. પણ તપાસમાં તેની પોલ ખુલી ગઈ હતી.પોલીસે બોડી વગરના થ્રી વહીલ ટેમ્પા સાથે 462 નંગ દારૂની બોટલ જેની કિંમત 46200 હોવાનું કહી શકાય છે. ગણેશ પવારની ધરપકડ કરી સોનુ ગુપ્તા નામના વ્યક્તિને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે. પોલીસ બુટલેગરોની સુરતમાં દારૂ ઘુસાડવાની તમામ મોડ્સ ઓપરેન્ડી ઉપર નજર રાખી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.