ગુજરાતના રસ્તાઓ પર દોડતી 108 એમ્બ્યુલન્સ ઘણી આશિર્વાદરૂપ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આજ રોજ પીએચસી સુવાલી લોકેશનની 108ની ટીમને ડિલિવરીના દુઃખાવાનો કૉલ મળ્યો હતો. શ્રી રામ ચોકડી પાણીની ટાંકી કોસાડમાં રહેતા સતિષભાઈના પત્નીને આજ રોજ રિક્ષામાં ડિલિવરીના ચેક-અપ માટે લઈ જતા હતા. રિક્ષામાં જતી વખતે અચાનક જ રસ્તામાં પ્રસુતિનો દુઃખાવો ચાલુ થઈ ગયો હતો.
108માં રહેલી ડિલિવરીની કિટનો ઉપયોગ કર્યો
તાત્કાલિક રિક્ષા ચાલકએ 108માં કોલ કરી 108ની મદદ માંગી પી એચ સી સુવાલી લોકેશનની 108ને કૉલ મળતા EMT- રિંકુ રજત અને પાઈલોટt - ધર્મેન્દ્રભાઈ ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગયેલ ઇએમટી રિંકુબેન એ ઘટના સ્થળે તપાસ કરતા બેનને પ્રસૂતિ પહેલાનું લોહી ખૂબ જ વહી ગયેલ અને બાળકનું માથું દેખાતું હતું. એટલે 108માં રહેલી ડિલિવરી કીટનો ઉપયોગ કરી ઇએમટી રિંકુંબેનએ પોતાની સુજબૂજથી રિક્ષાની આડે ચાદર મૂકી રિક્ષામાં જ ડિલિવરી કરાવી હતી.
તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો
મળતી માહિતી મુજબ સતિષભાઈના પત્ની ત્રીજીવાર સગર્ભા માતા બનેલ અને આજ રોજ તેમણે દીકરીને જન્મ આપ્યો હતો. માતા અને બાળક બંને સુરક્ષિત છે. સારવાર આપી સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. સ્મીમર હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ હાલ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.