સારવાર:સુરતમાં 100 ટકા ઈન્ફેક્ટેડ થયેલા દર્દી 20 દિવસ બાદ કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યો

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇમ્તિયાઝ શેખના રિપોર્ટમાં 100% ફેફસામાં ઈન્ફેક્શન જોવા મળ્યું હતું - Divya Bhaskar
ઇમ્તિયાઝ શેખના રિપોર્ટમાં 100% ફેફસામાં ઈન્ફેક્શન જોવા મળ્યું હતું
  • બે સપ્તાહ અગાઉ જ યુવકની માતાનું પણ મોત થયું હતું
  • 6 દિવસ સુધી બાયપેપ મશીન પર દર્દીને રખાયો હતો

કોરોના સંક્રમણના અનેક કિસ્સાઓ બીજા વેવમાં સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ કોરોના ઇન્ફેક્શન 90થી 95 ટકા જેટલું જોવા મળ્યું છે .પરંતુ ખૂબ ઓછા અથવા તો અત્યાર સુધીમાં 100% કોવિડ પોઝિટિવ આવ્યા હોય તેવા રેર કેસ સામે આવ્યા હશે. સુરતમાં કોરોનાથી 100% ફેફસા ઇન્ફેક્ટેડ થયા બાદ સારવાર લઈને જીવિત પરત ફર્યા હોય તેવો આ કદાચ પહેલો કેસ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ભરૂચથી દર્દી સુરત આવ્યો હતો
સુરતની રામપુરા સ્થિત લોખાત હોસ્પિટલમાં 6 મેના દિવસે ઈર્શાદ ઈમ્તિયાઝ શેખ નામનો વ્યક્તિ સારવાર માટે દાખલ થયો હતો. મૂળ ભરૂચના રહેવાસી ઈર્શાદને કોરોના પોઝિટિવ આવતા બે દિવસ ભરૂચ ખાતે સારવાર લીધી હતી. પરંતુ ત્યાં ઓક્સિજન ન મળતા તેમને સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતાં. બે-ત્રણ દિવસની સારવાર આપ્યા બાદ લોખાત હોસ્પિટલના ડોક્ટર દ્વારા તેમનું સિટીસ્કેન કરાવવામાં આવ્યું હતું. સિટીસ્કેન રિપોર્ટ જોતા તેમના પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને ડોક્ટર પણ અવાક થઇને જોતા રહી ગયા હતા. કારણ કે ઈર્શાદ શેખના રિપોર્ટમાં 100% ફેફસામાં ઈન્ફેક્શન જોવા મળ્યું હતું.

100 ટકા ઈન્ફેક્શન દેખાયું હતુ
કોરોના સંક્રમિત દર્દીને ફેફસામાં 100% ઈંફેક્શન જોવા મળ્યો હોય તેઓએ અત્યાર સુધીમાં સુરત શહેરનો કદાચ પહેલો કેસ હશે. તુષાર પટેલનો સો ટકા ઇન્ફેક્શન થતાની સાથે જ ડોક્ટરોએ તેને 20 દિવસ સુધી સારવાર આપી હતી. જેમાં તેને 7 દિવસ સુધી બાય-પેપ મશીન ઉપર રાખવામાં આવ્યો હતો. ઈર્શાદને 15 થી 20 લિટર ઓક્સિજન તેને શરૂઆતમાં આપવામાં આવ્યું હતું. તેનો ઓક્સિજન લેવલ માત્ર 60 થી 65 જેટલું જ રહેતું હતું. પરિવાર ખુબ જ દુઃખી હતું.કારણ કે ચારે તરફ કોરોના ઇન્ફેક્શનના કારણે લોકોના ટપોટપ મોત નિપજ્યા હતા તેવા સમયે ઈર્શાદને સો ટકા ઇન્ફેક્શન હોવાથી સ્વભાવિક રીતે જ પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું.

20 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી હતી.
20 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી હતી.

પ્લાઝમા પણ ચડાવાયું હતું
લોખાત સાર્વજનિક હોસ્પિટલના ડૉ અર્ચિત દોશીએ જણાવ્યું કે 6 મેના દિવસે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.શરૂઆતમાં ખુબ જ ક્રિટિકલ કન્ડિશનમાં દર્દી હતો. ઈર્શાદને 2 વખત પ્લાઝમા ચઢાવવામાં આવ્યું હતું.રેમડિસીવીર ઇન્જેક્શન અને હાયર એન્ટિબાયોટિક દવાઓ આપવામાં આવી હતી. સતત 20 દિવસ સુધી તેને તમામ પ્રકારની સારવાર આપવામાં આવી હતી. આખરે અમારી મેડિકલ સ્ટાફની ટીમ ને સફળતા મળી અને ઇરશાદ શેખ સાજા થઈને ડિસ્ચાર્જ લીધો. કોઈ પણ દર્દી 100% કોરોના સંક્રમિત હોય અને સારવાર લઇ સાજા થતાં વ્યક્તિઓની સંખ્યા ખૂબ ઓછી છે. અમને આનંદ છે કે અમે દર્દીને ફરીથી પોતાના ઘરે પરત મોકલી શક્યા છે.