તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, A Mother Could Not Find A Vehicle Due To Curfew. A Mother Rushed Her Five year old Daughter To The Hospital. She Died On The Way Before Receiving Treatment.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાત્રિ કર્ફ્યૂએ જીવ લીધો:સુરતમાં કર્ફ્યૂને કારણે વાહન ન મળતાં માતા પાંચ વર્ષની બાળકી ઊંચકી હોસ્પિટલ તરફ દોડી, સારવાર મળે એ પહેલાં રસ્તામાં જ મોત

સુરત2 મહિનો પહેલા
પાંચ વર્ષની બાળકીને ઝાડા થયા બાદ બેભાન થઈ જતાં માતા પગપાળા ચાલીને હોસ્પિટલ લઈ જઈ રહી હતી. ઈન્સેટમાં મૃતક બાળકની ફાઈલ તસવીર).
  • બાળકીના પિતા કામ પર ગયેલા અને માતા પાસે ફોન ન હોવાથી 108માં ફોન ન થઈ શક્યો
  • રિક્ષા કે અન્ય વાહન ન મળતાં માતા બાળકીને ખભે નાખી હોસ્પિટલ જવા નીકળી હતી

પાંડેસરાના વાલકનગરમાં રહેતી અર્ચના નામની પાંચ વર્ષીય દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગઈકાલે રાત્રે એકાએક બાળકીને ઝાડા-ઊલટી થતાં તેની તબિયત લથડી હતી. માતાએ પોતાની વહાલસોયી દીકરીને હોસ્પિટલ લઈ જવા માટે દોડ લગાવી હતી. કર્ફ્યૂનો સમય હોવાથી બહાર કોઈ વાહન મળ્યું ન હતું. પોતાની બાળકીની એકાએક તબિયત લથડતાં માતાએ પોતે જ તેને ઊંચકીને રીતસરની સિવિલ હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી. જોકે બાળકીને સારવાર મળે એ અગાઉ જ તેનું મોત થયું હતું.

હોસ્પિટલથી દોઢ જ કિમી દૂર બાળકીનું મોત
માતા બાળકીને પોતાના ઘરેથી લઈને અંદાજે પાંચેક કિલોમીટરથી વધુ સોસિયો સર્કલ સુધી ચાલીને આવી ગઈ હતી. હવે ત્યાંથી માત્ર દોઢેક(1.5કિમી) દૂર જ સિવિલ હોસ્પિટલ હતી. પરંતુ એ અગાઉ જ બાળકીએ દમ તોડી દીધો હતો. જેથી માતાએ રસ્તા વચ્ચે જ હૈયાફાટ રૂદન કરવાનું શરૂ કરી દીધું હતું. બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ પેદા થયો છે.

બાળકીનાં સ્વજનોએ કહ્યું, બાળકી સવારથી સાંજ સુધી એકદમ રોજની જેમ સ્વસ્થ હતી.
બાળકીનાં સ્વજનોએ કહ્યું, બાળકી સવારથી સાંજ સુધી એકદમ રોજની જેમ સ્વસ્થ હતી.

રિક્ષા કે અન્ય વાહન ન મળ્યા
બાળકીની તબિયત લથતાં માતા તેની દીકરીને પાંડેસરાના વાલકનગરથી સિવિલ હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ રસ્તામાં બાળકીએ શ્વાસ છોડી દીધો હતો. રાત્રિના સમયે પિતા કામ પરથી ઘરે પરત ફર્યા ન હતા અને બીજી તરફ કર્ફ્યૂનો સમય શરૂ થઈ ગયો હતો, જેથી બસ કે ઓટોરિક્ષા પણ માતાને પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે મળી ન હતી. આર્થિક સ્થિતિ નબળી હોવાથી માતા પાસે મોબાઈલ ફોન ન હોવાને કારણે તે 108માં પણ ફોન કરી શકી ન હતી.

પાંચેક મિનિટ આસપાસ ઝાડા થયા બાદ બાળકી ઢળી પડી હતી.
પાંચેક મિનિટ આસપાસ ઝાડા થયા બાદ બાળકી ઢળી પડી હતી.

ઝાડા થયાના ગણતરીના સમયમાં મોત
માતા રીતસરની પોતાની બાળકીને ખભે ઉપાડીને હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી, પરંતુ કમનસીબે બાળકી હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ સોસિયો સર્કલ ખાતે રસ્તામાં બાળકીએ જીવ ગુમાવ્યો હતો. બાળકીને માત્ર ઝાડા-ઊલટી થયાં હતાં. સવાર સુધી તે ખૂબ જ સ્વસ્થ હતી અને ઘરમાં રહેતી હતી. એકાએક જ તેને રાત્રિના સમય દરમિયાન ત્રણથી ચાર મિનિટ ઝાડા થયા બાદ તે ઢળી પડી હતી. ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હોઈ માતાએ પોતાની દીકરીને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો પરંતુ શહેરમાં કોરોના સંક્રમણ વધતાની શહેરમાં કર્ફ્યૂ હોય વાહન ન મળતાં સમયસર, હોસ્પિટલની સારવાર મેળવવામાં મુશ્કેલી પડી હતી. મહત્ત્વપૂર્ણ છે કે આવા સંજોગામાં સૌપ્રથમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો