તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સુરતમાં RR સેલના જમાદાર વતી રૂપિયા 4.50 લાખની લાંચ લેતો વચેટિયો ઝડપાયો, ACBએ ત્રણ સામે ગુનો નોંધી મુદ્દામાલ કબ્જે કર્યો

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા વચેટિયાને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. - Divya Bhaskar
એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા વચેટિયાને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 • બાયો ડિઝલનો વેપાર કરો છો એવું કહીને ઓઇલના વેપારી પાસે રૂપિયા માંગ્યા હતા
 • એસીબીની ટીમે વચેટિયાને પકડ્યો તેજ સમયે જમાદાર આવી જતાે તેને પણ ઝડપી લીધો

જિલ્લા પોલીસના આર.આર.સેલના જમાદાર મહાદેવ સેવાઇકર અને એક વચેટિયો પીપોદરામાં એક ઓઇલ વેપારી પાસેથી 4.50 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. પીપોદરા વિસ્તારમાં વેપારી ઇન્ડસ્ટ્રીયલ ઓઈલનો વેપાર કરે છે. જિલ્લા પોલીસના આર. આર. સેલના જમાદાર મહાદેવ સેવાઇકર અને વચેટિયો વિપુલ બલર તેમજ અન્ય એક પોલીસવાળો વેપારી પાસે જઈને તમારે ધંધો કરવો હોય તો લાંચ પેટે 4.50 લાખ રૂપિયા આપવા પડશે.વેપારીએ સમજાવ્યું કે તે ઓઈલનો કાયદેસરનો વેપાર કરે છે. છતા જમાદાર અને વચેટિયો માન્યા ન હતા.એસીબીએ વચેટિયા જમાદાર સહિત ત્રણ સામે ગુનો નોંધી મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિપુલ બલર દ્વારા સમગ્ર લાંચ લેવાની સાથે ફોન કરવામાં આવતાં હતાં.
વિપુલ બલર દ્વારા સમગ્ર લાંચ લેવાની સાથે ફોન કરવામાં આવતાં હતાં.

વેપારીને ફોન કરવામાં આવતાં હતા
વચેટિયાએ વેપારીને ફોન પણ કર્યા હતા. તેથી વેપારીએ એન્ટી કરપ્શનની અમદાવાદ કચેરીને ફરિયાદ કરતા ત્યાંથી ટીમ આવી હતી. ગુરૂવારે કિમ-પીપોદરામાં વચેટિયા વિપુલ બલરની ઓફિસમાં વેપારી લાંચના 4.50 લાખ આપવા આવ્યો ત્યારે એસીબીની ટીમે વિપુલને ઝડપી પાડ્યો હતો. તેજ સમયે મહાદેવ પણ આ‌વી જતા એસીબીએ તેને પણ પકડી લીધો હતો. એસીબીએ મહાદેવ સેવાઈ, વિપુલ બલર અને અન્ય એક પોલીસવાળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. વિપુલ કેમિકલનો વેપાર કરે છે.

બોગસ રેડ કરવામાં આવી હોવાનું પણ સીસીટીવીમાં કેદ થયું હતું.
બોગસ રેડ કરવામાં આવી હોવાનું પણ સીસીટીવીમાં કેદ થયું હતું.

30 જાન્યુઆરીએ બોગસ રેડ પણ કરી હતી
30 જાન્યુઆરીના રોજ મહાદેવ અને અન્ય પોલીસવાળાઓએ ઓઇલના વેપારીને ત્યાં બોગસ રેઇડ કરી હતી. તે સમયે કહ્યું કે ધંધો કરવો હોય તો દર મહિને 4.50 લાખ રૂપિયા વિપુલને આફી દેવાના. જે કારમાં આવીને બોગસ રેઇડ થઈ હતી તે સ્કોર્પિઓ કાર પણ એસીબીએ કબજે લીધી હોવાની માહિતી મળી છે.

જમાદાર મહાદેવ સેવાઇકર અને સુરત LCB માં નોકરી કરતા દીપેશની સ્કોર્પિયો કાર પણ ACBએ કબ્જે કરી છે.
જમાદાર મહાદેવ સેવાઇકર અને સુરત LCB માં નોકરી કરતા દીપેશની સ્કોર્પિયો કાર પણ ACBએ કબ્જે કરી છે.

અધિકારીઓને પણ રૂપિયા આપવા પડે છે
ઓઇલના વેપારીને વચેટિયો અને પોલીસવાળા કહે છે કે આ રૂપિયામાંથી ઘણા રૂપિયા ઉપરી અધિકારીઓને પણ આપવાના છે. તેથી તે કયા અધિકારીઓને રૂપિયા આપવાના છે તેની પણ એસીબીએ તપાસ હાથ ધરી છે.

સમગ્ર કેસમાં અન્ય કોણ કોણ સંડોવાયું છે તેની પણ તપાસ હાથ ધરાઈ છે.
સમગ્ર કેસમાં અન્ય કોણ કોણ સંડોવાયું છે તેની પણ તપાસ હાથ ધરાઈ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો