તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ત્રી અત્યાચાર:સુરતમાં પરિણીતાએ બીજી દીકરીને જન્મ આપતા સાસરિયાંએ કાઢી મૂકી, લગ્ન બાદ દહેજ મુદ્દે સતત ત્રાસ અપાતો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પિયર સુરત આવીને મુંબઈના સાસરિયાં સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. - Divya Bhaskar
પિયર સુરત આવીને મુંબઈના સાસરિયાં સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.
  • મુંબઈ રહેતા સાસરિયાં સામે પરણિતાએ ફરિયાદ નોંધાવી

રાંદેર ખાતે રહેતી યુવતીના મુંબઈમાં લગ્ન થયા હતાં. લગ્ન થયા બાદ સાસરિયાં દ્વારા સતત દહેજ મુદ્દે ત્રાસ આપવામાં આવતો હતો. સાથે જ લગ્ન બાદ બીજી દીકરીને પરિણીતાએ જન્મ આપ્યો હતો. જેથી દીકરો ન આપી શકતી હોવાનું કહીને પરિણીતાને સાસરિયાઓએ ઘર બહાર કાઢી મૂકી હતી. જેથી પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી છે.

બે વખત દહેજ અપાયું હતું
રાંદેર ખાતે રહેતી યુવતીના મુંબઈ અંધેરી ખાતે 2006માં લગ્ન થયા હતાં. જોકે લગ્નના થોડા મહિના બાદ સાસરિયાં દહેજ માટે અનેક વખત ત્રાસ આપતા હતાં. જોકે, પરિણીતાએ એક નહિ પણ બે વખત દહેજ પેટે સાસરિયાંએ માગેલા રૂપિયા પરિવાર પાસેથી લઇને સાસરિયાંઓને આપ્યા હતાં. જોકે આ પરિણીતા બીજી વખત ગર્ભવતી બની હતી અને એક બાળકીને જન્મ આપ્યો હતો જેને લઈને સાસરિયાં ફરી આ પરિણીતાને બીજી દીકરીને જન્મ આપ્યો છે કહીને ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો.

ઘરેથી કાઢી મૂકાઈ
થોડા દિવસ પહેલા પરિણીતાને પોતાના ઘરેથી કાઢી મૂકી હતી. જોકે આ પરિણીતા સુરત ખાતે આવીને પોતાના માતા પિતાને ત્યાં આવીને રહેવા લાગી હતી અને આ મામલે માતા પિતાને કહેતા પરિવાર દ્વારા સમાજના આગેવાનો સાથે રાખીને સાસરિયાંને સમજવાનો પ્રયાસ કર્યો હતો.જોકે સાસરિયાં આ મામલે માન્યા નહિ અને પરિણીતાને સ્વિકારવાની ના પડતા આખરે પરિણીતાએ પોતાના પતિ, સાસુ, સસરા સહિત ચાર લોકો સામે સુરતના રાંદેર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ શરુ કરી છે