પ્રેમીપંખીડાએ ઝેર ગટગટાવ્યું:સુરતમાં પ્રેમીએ આપઘાત કર્યાની જાણ થતા પરિણીત પ્રેમિકાએ પણ ઝેર પીધું, પ્રેમીનું મોત

સુરતએક મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર.
  • અનૈતિક સંબંધની જાણ થઈ જતા ઝેર પીધું હોવાની શક્યતા સેવાઈ

સુરતના રાંદેર વિસ્તારમાં એક પ્રેમીપંખીડાએ ઝેર ગટગટાવી લીધું હતું. જેમાં પ્રેમીનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે પરિણીત પ્રેમિકાની સારવાર ચાલી રહી છે. હાલ તો પોલીસ આપઘાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, બંનેના અનૈતિક સંબંધની જાણ ઘરે થઈ જતા આ પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રેમીનું ટૂંકી સારવારમાં મોત
મળતી માહિતી પ્રમાણે રાંદેર વિસ્તારમાં ગતરોજ બોટનીકલ ગાર્ડન પાસે એક યુવકે ઝેર પી લીધું હતું. જેથી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવકે ઝેર પીધું એ દરમિયાન તેની પરિણીત પ્રેમિકાએ પણ પોતાના ઘરે ઝેરી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ તપાસમાં પ્રેમીપંખીડા હોવાનું સામે આવ્યું
પ્રેમીપંખીડાના આપઘાતને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બંનેના ઝેર પીવા અંગે એક જ પોલીસ સ્ટેશનમાં બનાવ નોંધાયો છે. પોલીસ તપાસ દરમિયાન પરિણીત પ્રેમિકાના ઘરે તેમના અનૈતિક સંબંધની જાણ થઈ જતા ઝેર પી લીધું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુ તપાસ રાંદેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.