ઉતરાયણનો ઉત્સાહ:સુરતમાં અગાસીએ મર્યાદિત સંખ્યામાં લોકોએ એકઠા થઈ મોબાઈલમાં ગીતો વગાડી પતંગો ચગાવ્યાં, પવન સારો રહેતા પતંગ રસિકોની મજા બેવડાઈ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પક્ષી બચાવવાની સાથે કોરોના અટકાવવાના સંદેશ સાથે ઉતરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. - Divya Bhaskar
પક્ષી બચાવવાની સાથે કોરોના અટકાવવાના સંદેશ સાથે ઉતરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે.
  • સરકારની ગાઈડલાઈન પ્રમાણે પતંગ ઉડાવવાનું શરૂ કર્યું

સુરતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણની ઉજવણી શરૂ થઈ ગઈ છે. સવારથી જ સુરતીઓ સરકારના નિયમોનું પાલન કરતાં મર્યાદિત સંખ્યામાં ઘરની અગાસીએ ભેગા થઈને પતંગના કરતબ દેખાડી રહ્યાં છે. દરવર્ષે ડીજેના તાલે ઝૂમીને પતંગોના પેચ લડાવતા સુરતીઓ આ વખતે મોબાઈલમાં ગીત વગાડીને પતંગ ચગાવી રહ્યાં છે.હવા પણ પતંગ માટે અનુકૂળ રહેતા સુરતી પતંગ રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વેક્સિન સહિત કોરોના અટકાવવાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો.
વેક્સિન સહિત કોરોના અટકાવવાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો.

સ્ટોપ ઓમિક્રોનના મેસેજ લખાયા
સુરતમાં ઉતરણનો જે માહોલ બને છે. તે ગુજરાતના કોઈ શહેરમાં બનતો નથી. ઉત્તરાયણના દિવસે શહેરની લગભગ તમામ ઇમારતો પર બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીની ઉંમરના લોકો પતંગ ચગાવતા નજરે પડે છે.પરંતુ આ વખતે સુરતમાં બનેલો સૌથી મોટો મહાકાય સંદેશો આપતા પતંગ બીજા બધા પતંગોની પેચ કાપી રહ્યા છે. સુરત ના અજય રાણાએ આ વર્ષે 12 ફૂટનો મહાકાય પતંગ બનાવ્યો છે. એટલું જ નહીં પણ બીજા 7 ફુટના પતંગ પર જાગૃતિ માટે ‘સ્ટોપ રેપ’અને ' સ્ટોપ ઓમિક્રોન' ના લખાણવાળા પતંગ બનાવી જાગૃત રહેવાનો સંદેશો આપ્યો છે.

પરિવારના સભ્યો એપાર્ટમેન્ટ પર એકઠાં થઈ પતંગબાજીની મજા માણતા દેખાયા હતા
પરિવારના સભ્યો એપાર્ટમેન્ટ પર એકઠાં થઈ પતંગબાજીની મજા માણતા દેખાયા હતા

એપાર્ટમેન્ટમાં માહોલ જામ્યા
રાજહંસ પ્લેટિનિમ રેસીડેન્સી મુકેશભાઈ બાબુભાઈ જણાવ્યું કે છેલ્લા બે દિવસથી અમે ઉતરાયણની તૈયારી પૂરી કરી લીધી છે ગઈકાલે સાંજે જ પતંગના કન્ના કરી દીધા હતા. આજે દિવસભર અમે પરિવારના સભ્યો અને એપાર્ટમેન્ટ ના સભ્યો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છીએ. અમારે એપાર્ટમેન્ટના બાળકોમાં પણ ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આસપાસના એપાર્ટમેન્ટમાં પણ લોકોનો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. દેવા છે કે જે આવે અને પતંગ કાપી નાખે તો એ મજા આવે. મોડી સાંજ સુધી સુરતના આ જ પ્રકારનો માહોલ જોવા મળશે.

નાના બાળકો દ્વારા પણ પતંગોની મજા માણવામાં આવી રહી છે
નાના બાળકો દ્વારા પણ પતંગોની મજા માણવામાં આવી રહી છે

આ વર્ષે નવી એસેસરિઝ જોવા મળી
દરવર્ષે ઉતરાયણમાં નવી નવી એસેસરિઝ જોવા મળતી હોય છે. આ વખતે પતંગોમાં પણ નવીનતાની સાથે સાથે બાળકો માટેના અવનવા પપૂડા અને ચશ્માની નવી વેરાઈટીની સાથે સાથે ટોપીઓ પણ જોવા મળી રહી છે.

ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓને બચાવવા વોલેન્ટિયર કામ કરી રહ્યા છે.
ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓને બચાવવા વોલેન્ટિયર કામ કરી રહ્યા છે.

દાન પુણ્ય કરવામાં આવ્યું
સવારના સમયથી લોકોએ ગાયોને ઘાંસ ખવડાવી તથા દાન કર્યાં હતાં.BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ઝોળી ફેરવવામાં આવી હતી. જેમાં લોકોના ઘરે ઘરે જઈને દાન એકઠું કરવામાં આવ્યું હતું.