સહયોગ:સુરતમાં દિવસે હીરા ચમકાવી રાત્રે સિવિલમાં સેવા આપતા રત્નકલાકારે પાંચમી વાર પ્લાઝમાનું દાન કર્યુ

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમિતોની સેવા માટે પાંચમીવાર અમિતભાઈએ પ્લાઝમાં આપ્યું હતું. - Divya Bhaskar
કોરોના સંક્રમિતોની સેવા માટે પાંચમીવાર અમિતભાઈએ પ્લાઝમાં આપ્યું હતું.
  • હીરાના કારખાનેથી છૂટીને પીપીઈ કિટ પહેરીને સેવા કરે છે

કોરોનાના બીજા વેવમાં સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાયું છે.મેડિકલ સ્ટાફ પણ ન પહોંચી શકે તેટલા કેસ વધી રહ્યા છે તેવા સંજોગોમાં સ્વયંસેવકો આગળ આવીને સેવા કરી રહ્યાં છે. આરએસએસના સ્વયંસેવક એવા અમિતભાઈ ઈટાલિયાએ કોરોનાના અક્સિર ઈલાજ મનાતા પ્લાઝમાનું પાંચ વાર દાન કર્યું છે. સાથે જ હીરાને ચમક આપતા અમિતભાઈ સહિતના સ્વયંસેવકો સિવિલ હોસ્પિટલમાં પીપીઈ કિટ પહેરીને દર્દીઓને ભોજન કરાવવા સહિતની સેવા કરવા પહોંચી જાય છે.

પ્લાઝમા કોરોના દર્દીઓ માટે અક્સિર ઈલાજ સાબિત થયો છે.
પ્લાઝમા કોરોના દર્દીઓ માટે અક્સિર ઈલાજ સાબિત થયો છે.

સેવાની સાથે પ્લાઝમા દાન
સવારે 7.00 વાગે ટિફિન લઈને ડાયમંડ ફેકટરી ઉપર જતા અમિતભાઈ ઈટાલિયા સાંજે 7 વાગ્યે ફેકટરીમાંથી છૂટે છે.લોકડાઉનના લીધે બધું બંધ હોયો તો થોડા ફ્રુટ સવારે જ ઘરેથી સાથે લઈ લે. સાંજે ફ્રૂટ જમીને વરાછાથી દૂર આવેલી સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને ભોજન કરાવવા પહોંચી જાય છે.છેલ્લા 12 દિવસથી તેઓ આ રીતે સેવા કરી રહ્યાં છે. આ સાથે જ પ્લાઝમા પણ પાંચવાર ડોનેટ કર્યું છે. જ્યારે અમિતજી વીજ અને કૌશિકભાઈ ડોબરીયા 3જી વખત પ્લાઝમા આપ્યું છે.

એક વ્યક્તિના એકવારના પ્લાઝમા બે દર્દીઓને ચડાવી શકાય છે.
એક વ્યક્તિના એકવારના પ્લાઝમા બે દર્દીઓને ચડાવી શકાય છે.

પ્લાઝમા બે વ્યક્તિનો જીવ બચાવી શકે
અમિતભાઈ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, પોતે કોરોનાગ્રસ્ત થયા બાદમાં શરીરમાં એન્ટિબોડી બની ગયા હતાં. આ સાથે જુલાઈ-2020થી પ્લાઝમા માટે આરએસએસ દ્વારા જન જાગૃતિ અને ડોનરો પ્લાઝમા ડોનેટ કરે ત્યાં સુધી ચેઈન તૈયાર કરી છે. જેમાં સુરતના જાણીતા ડોક્ટરો, રત્નકલાકારો, વેપારીઓ તેમજ સ્વયંસેવકો એ મોટા પ્રમાણમાં પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે.આ સાથે પોતે પણ પાંચ વાર પ્લાઝમા દાન કર્યા છે. એક વખત પ્લાઝમા દાન કરવાથી બે વ્યક્તિને ઉપયોગી થઈ શકે છે. જેથી દરેક વ્યક્તિએ પ્લાઝમા દાન કરવું જોઈએ તેમ વધુમાં તેમણે જણાવ્યું હતું.

માંગ સામે પ્લાઝમા દાત્તા ઓછા હોવાથી લોકોને વધુ દાન કરવા અપીલ કરાઈ છે.
માંગ સામે પ્લાઝમા દાત્તા ઓછા હોવાથી લોકોને વધુ દાન કરવા અપીલ કરાઈ છે.