તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ત્રી અત્યાચાર:સુરતમાં પતિએ પત્નીને વીડિયો કોલ કરી પ્રેમિકા સાથે બાંધ્યા શરીરસંબંધ, પરિણીતાએ ફિનાઈલ ગટગટાવ્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પતિએ જ્યાં સુધી છૂટાછેડાં નહીં આપે ત્યાં સુધી ઘરે નહીં આવી પ્રેમિકા સાથે રહેવાની વાત કરી
  • પત્નીએ પતિએ કરેલા વીડિયો કોલના સ્ક્રીન શોટ લઈને અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી

સુરત શહેરમાં સ્ત્રી અત્યાચારનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ પત્નીને વીડિયો કોલ કરી પ્રેમિકા સાથે શરીરસંબંધ બાંધતો હતો. ત્યારબાદ પરિણીતાએ સમજાવવા છતાં ન માનતા આખરે પરિણીતાએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ પરિણીતાએ પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ વીડિયોકોલના સ્ક્રીન શોટ સાથે અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પતિએ છૂટાછેડા ન આપે ત્યાં સુધી ઘરે ન આવી પ્રેમિકા સાથે રહેવાનું પણ પત્નીને કહ્યું હતું.

પ્રેમ લગ્ન બાદ પતિએ પોત પ્રકાશ્યું
સુરતના અમરોલી વિસ્તારમાં પોતાની માતાને ત્યાં રહેતી કામિની(નામ બદલ્યું છે) એ તેના પતિ રમેશ (નામ બદલ્યું છે) અને તેની પ્રેમિકા જેની(નામ બદલ્યું છે) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કામિનીના લગ્ન વર્ષ 2009માં રમેશ નામના યુવક સાથે પ્રેમ થઇ જતા લગ્ન કાર્યા હતા. જોકે, લગ્ન જીવન દરમિયાન બે પુત્રની પ્રાપ્તિ પણ થઇ હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી પતિ રમેશના અડાજણ ખાતે રહેતી જેની નામની એક મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને પતિ તેની પ્રેમિકાને ત્યાં રહેવા લાગ્યો હતો. પોતાનું લગ્ન જીવન બચવા માટે કામિનીએ પતિ અને તેની પ્રેમિકાને સમાજવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ બાબતે પતિ સાથે અનેક વખત ઝગડો થયો હતો. પતિ પ્રેમિકા માટે તેને કેટલીક વાર માર પણ મારતો હતો. જેને લઈને છેલ્લા કેટલાંક સમયથી કામિની માતાના ઘરે જતી રહી હતી.

પતિ અને પ્રેમિકાએ બેશરમીની હદ પાર કરી
પતિ અને તેની પ્રેમિકા એટલી હદે બેશરમ બની ગયા હતા કે પતિ રમેશે પત્નીને વીડિયો કોલ કરીને પ્રેમિકા સાથે શરીરસબધ બાંધ્યા હતા. આ સાથે પત્ની છૂટાછેડા નહીં આપે તો ઘરે નહીં આવાની ધમકી પણ આપતો હતો. જોકે, પત્નીએ પતિના આ શરીરસંબંધ બાંધતા હોય તે સમયના વીડિયો કોલ દરમિયાન સ્ક્રીન શોટ લઈ લીધા હતા અને તેના આધારે પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

મહિલા સમજાવવા પતિની પ્રેમિકાએ માર માર્યો
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, જેનીને તેની નોકરીની જગ્યાએ કામિની સમજાવવા ગઈ હતી. ત્યારે જેનીએ ગાળો આપી થાય તે કરી લે હું તારા પતિ સાથે જ રહેવાની છું તેમ કરી માર માર્યો હતો. ત્યારબાદ પતિને ફોન કર્યો હતો. જેમાં પતિએ પત્નીને કહ્યું હતું કે, આજે કા તો તું મરીજા કા તો હું મરી જઈશ. પતિએ પત્નીને છૂટાછેડા માટે દબાણ કરી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.

મહિલાનો ફિનાઈલ અને હાર્પિક પી આપઘાતનો પ્રયાસ
પતિ અને તેની પ્રેમિકાના ત્રાસથી કંટાળી કામિનીએ માતાના ઘરે ફિનાઈલ અને હાર્પિક પી લીધું હતું. જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ કામિનીએ પતિ રેમશ અને તેની પ્રેમિકા જેની વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો