તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસની રેડ:સુરતમાં સોસાયટીમાં મકાનમાં ચાલતું હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, વેપારીઓ સહિત 9 પકડાયા

સુરત8 મહિનો પહેલા
પોલીસે આરોપીઓની મર્સિડિંઝ સહિતની કાર કબજે કરી - Divya Bhaskar
પોલીસે આરોપીઓની મર્સિડિંઝ સહિતની કાર કબજે કરી
 • તમામ આરોપીઓને જામીન પર મુક્ત પણ કરી દેવાયા છે
 • જુગારીઓ પાસેથી 82 લાખ 84 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

મહિધરપુરા પોલીસે સુમુલ ડેરી રોડની એક સોસાયટીમાં મકાનમાં મોડી રાત્રે છાપો મારી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડ્યું હતું. પોલીસે ઝડપાયેલા વેપારીઓ સહિતના 9 જુગારીઓ પાસેથી રોકડ રૂપિયા 5 લાખ 41 હજારની રોકડ, 11 મોબાઈલ અને 4 કાર સહિત 7 વાહન કબજે લીધા હતા. પોલીસે 82 લાખ 84 હજારનો મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી હતી. જોકે, વહેલી સવારે તમામને જામીન પર મુક્ત પણ કરી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે

વેપારી, આગડીયા પેઢીના માલિક, જમીન દલાલ જુગાર રમતા ઝડપાયા
પોલીસે જણાવ્યું હતું કે, સુમુલ ડેરી રોડની સરદાર નગર સોસાયટીના એક મકાનના પહેલા માળે હાઈ પ્રોફાઈલ જુગારધામમાં ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. જ્યાં જુગાર રમતા કેટલાક વેપારીઓ સહિત 9 જણા પકડ્યા હતા. પોલીસને જુગારીઓ પાસેથી 5 લાખ 41 હજારની રોકડ મળી આવી હતી. તપાસમાં કેટલાક કાપડના વેપારી, આંગડીયા પેઢીના માલિક, જમીન દલાલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 11 મોબાઈલ, 4 કાર અને બાઇક સહિત રૂપિયા 82 લાખ 85 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ ચાર લક્ઝુરિયસ કાર કબજે કરી
પોલીસ ચાર લક્ઝુરિયસ કાર કબજે કરી

તપાસ પૂર્ણ થયા બાદ તમામને પોલીસ સ્ટેશન લવાયા હતા
પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે, મોડી રાત્રે તપાસ પૂર્ણ થયા બાદ તમામને પોલીસ સ્ટેશન લવાયા હતા. જ્યાં તમામના નિવેદન લેવાયા બાદ વહેલી સવારે જામીન પર છોડી મૂકાયા છે. પોલીસે જુગારીઓ પાસેથી જપ્ત કરાયેલી રોકડ અને વાહનોને લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા જુગારી

 • મિહિર પટેલ ઉ.વ. 40 રહે. સુમુલ ડેરી રોડ સરદાર નગર સોસાયટી
 • જયદીપ બ્રહ્મભટ્ટ ઉ.વ. 26 રહે. એજન
 • વિપુલ પટેલ ઉ.વ. 43 રહે. સુંદરવન સોસાયટી કતારગામ
 • મનહર પટેલ ઉ.વ. 57 રહે. બોરખ્ખા રો હાઉસ, વરાછા
 • દિનેશ પટેલ ઉ.વ. 39 રહે. રિવર્યું એપાર્ટમેન્ટ વરાછા
 • અશ્વિન પટેલ ઉ.વ. 30 રહે. નાના વરાછા સિદ્ધર્થ બંગલો (જમીન દલાલ)
 • રાકેશ ભાડાની ઉ.વ. 40 રહે. દિવ્ય જ્યોત એપાર્ટમેન્ટ, સુમુલ ડેરી રોડ (આંગડીયા પેઢી માલિક)
 • જીજ્ઞેશ પટેલ ઉ.વ. 35 રહે. પટેલ નગર એ કે રોડ
 • મુકેશ માલાની ઉ.વ. 35 રહે. સરથાણા માનસરોવર સોસાયટી (કાપડ વેપારી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો