• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, A Former BJP Corporator Viralized A Photo Of A Policeman Without A Mask, Demanding That People Be Exempted From Wearing Masks.

દંડનો વિરોધ:સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે લોકોને માસ્કના દંડમાંથી પ્રજાને મુક્તિ આપવાની માગ સાથે માસ્ક વગરના પોલીસકર્મીના ફોટો વાઈરલ કર્યા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રસ્તા પર ફરજ બજાવતા ટીઆરબી જવાનના માસ્ક વગરના ફોટો વાઈરલ કરાયા છે. - Divya Bhaskar
રસ્તા પર ફરજ બજાવતા ટીઆરબી જવાનના માસ્ક વગરના ફોટો વાઈરલ કરાયા છે.
  • સોશિયલ મીડિયામાં અને નેતાઓને રજૂઆત કરી હજાર રૂપિયાના દંડમાથી મુક્તની માગ કરી

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા રાજુ અગ્રવાલ નામના ભાજપના પૂર્વ કોર્પોરેટરે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી. જેમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું હોય તો માસ્કના દંડમાંથી રાહત આપવા માટે ભાજપના જ દિગ્ગજ નેતાઓને વિનંતી કરી છે. સામાન્ય જનતા દંડથી ખૂબ જ પરેશાન છે. ગરીબ અને મધ્યમ વર્ગના માણસો પાસેથી હજાર રૂપિયા સુધીનો દંડ લેવામાં આવે છે, તે ખરેખર વ્યાજબી નથી. લોક પ્રતિનિધિઓએ આ બાબતને ગંભીરતાથી લઈને પ્રજાને રાહત આપવા માટે તાત્કાલિક અસરથી નિર્ણય લેવા જોઈએ.સાથે જ તેણે માસ્ક વગરના પોલીસ જવાનોના ફોટો પણ વાઈરલ કર્યા છે.

પોલીસના જવાનો પાલન ન કરતા હોય તો સામાન્ય લોકોને કેમ દંડ તેવા સવાલો ઉભા કરાયા છે.
પોલીસના જવાનો પાલન ન કરતા હોય તો સામાન્ય લોકોને કેમ દંડ તેવા સવાલો ઉભા કરાયા છે.

સામાન્ય લોકોને છૂટ આપવા રજૂઆત
રાજુ અગ્રવાલે પર્વત પાટિયા વિસ્તારના પોલીસ કર્મચારીઓ નિયમનું પાલન ન કરતા હોવાની પોસ્ટ પણ મૂકી છે.જેમાં મોડલ ટાઉન પોલીસ ચોકી અને ન્યૂ બોમ્બે માર્કેટ સર્કલ પોલીસ ચોકીના જવાનો માણસ વગર ફરજ બજાવતા જોવા મળ્યા હતા. સામાન્ય પ્રજા પાસેથી માસ ન પહેરવા માટે અથવા તો ક્યારેક તો માસ્ક પહેર્યો હોય અને માત્ર નાક નીચે ઉતરી ગયું હોય તો પણ હજાર હજાર રૂપિયાનો દંડ લેનારા પોલીસ કર્મચારીઓની સામે પણ દંડાત્મક અને શિક્ષાત્મક પગલા લેવા માટેની સૂચિત પોસ્ટ કરી હતી.

માજી કોર્પોરેટર રાજુ અગ્રવાલે ધારાસભ્યને પણ દંડ ન લેવા અંગે રજૂઆત કરી છે.
માજી કોર્પોરેટર રાજુ અગ્રવાલે ધારાસભ્યને પણ દંડ ન લેવા અંગે રજૂઆત કરી છે.

બેફામ રીતે દંડ લેવાય છે-રાજુ અગ્રવાલ
માજી કોર્પોરેટર રાજુ અગ્રવાલે જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી હું પર્વત પાટિયા સારોલી બાજુ જોઉં છું કે, પોલીસ બેફામ રીતે અનુભવી રહી છે. સામાન્ય પ્રજા પાસે અત્યારે આવક નથી અને તેવા સમયે હજાર રૂપિયા જેવો મસમોટો દંડ માસ્કના નામે ઉઠાવી લેવામાં આવે છે. તે ખોટું છે. હવે જ્યારે સરકાર અને તેમના પ્રતિનિધિઓ કહી રહ્યા છે કે, સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, તો દંડની રકમ લેવાનું બંધ કરવું જોઈએ, અથવા તો તેને ઓછી કરી દેવી જોઈએ. આ અંગે અમારા વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલને પણ મૌખિકમાં રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...