• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, A Female Home Guard Employee Made Videos For Social Media In Uniform, The Officer Handed Over The Investigation.

વીડિયો બનાવી ફસાયા:સુરતમાં હોમગાર્ડની મહિલા કર્મચારીએ વર્દીમાં સોશિયલ મીડિયા માટેના વીડિયો બનાવ્યા, ઓફિસરે તપાસ સોંપી

સુરત5 મહિનો પહેલા
મહિલા હોમગાર્ડે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કરતાં કાર્યવાહી થશે.
  • સી ઝોનના કમાન્ડિંગ ઓફિસરને તપાસ સોંપવામાં આવી

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટિકટોક બંધ થયા બાદ પણ અન્ય સોશિયલ મીડિયા પર ટૂંકા વીડિયો મૂકવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે બોલીવૂડ ફિલ્મના ડાયલોગ પર શોર્ટ વીડિયો બનાવનારા મહિલા હોમગાર્ડ જવાન વિવાદમાં આવ્યાં છે. સોશિયલ મીડિયામાં વીડિયો બનાવીને મૂકનારા મહિલા જવાન સામે પ્રશ્નો ઉભા થતાં હોમગાર્ડ ઓફિસરે નોટિસ આપવાની તજવીજ હાથ ધરાઈ છે.

હોમગાર્ડ મહિલા સામે સવાલો ઉભા થતાં નોટિસ અપાશે
હોમગાર્ડ મહિલા સામે સવાલો ઉભા થતાં નોટિસ અપાશે

શિક્ષાત્મક પગલાં લેવા માગ ઉઠિ
હોમગાર્ડ મહિલાએ શોર્ટ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યા હતાં. જેથી હોમગાર્ડના જવાનોમાં આ વીડિયોને લઈને ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું નહિ પણ હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર મહિલા હોમગાર્ડ સામે તાત્કાલિક પગલાં ભરવા માગ કરાઈ રહી છે. અગાઉ આવા કેસોમાં બે જવાન સામે શિક્ષાત્મક પગલાં ભરાયા હોય તો મહિલા હોમગાર્ડ સામે કેમ નહિ એવા પ્રશ્નો ઉભા થયા હતાં.

કમાન્ડિંગ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવશે.
કમાન્ડિંગ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવશે.

નોટિસ ફટકારાશે
હોમગાર્ડ ઓફિસર એસ. કે. પટેલએ જણાવ્યું હતું કે, વાઈરલ વીડિયો મારા ધ્યાન પર આવ્યા બાદ વીડિયો બનાવનાર બહેનને નોટિસ આપવાના આદેશ કર્યા છે. જવાબ લેવાશે અને પૂછપરછ કરાશે. વીડિયો કયા સ્થળ પર બનાવવામાં આવ્યો છે એ હજી ખબર નથી પણ વર્દીનું અપમાન ચલાવી નહિ લેવાય. સી ઝોનના કમાન્ડિંગ ઓફિસર કિરીટ પટેલને તપાસ સોંપવામાં આવી છે.