સલાબતપુરામાં સગા પિતાએ જ 14 વર્ષીય દીકરી પર 8 કલાકમાં 2 વખત બળાત્કાર ગુજાર્યો હતો અને 13 વર્ષીય દીકરીની છેડતી કરી છે. પોલીસે ગુનો દાખલ કરીને નરાધમ પિતાની અટકાયત કરી હોવાની માહિતી મળી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, માન દરવાજા વિસ્તારમાં ઇમરાન( નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત 2 દીકરા અને 2 દીકરી છે. તેમાં મોટી દીકરી 14 વર્ષીય મુમતાઝ ( નામ બદલ્યું છે) અને 13 વર્ષીય નિલોફર (નામ બદલ્યું છે) મુમતાઝ ધોરણ 9માં અભ્યાસ કરે છે અને નિલોફર ધોરણ 8 માં અભ્યાસ કરે છે.બાળકીઓએ ગૂડ ટચ બેડ ટચ અંગે સ્કૂલમાં અપાયેલી સમજના આધારે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી.જ્યાં સૌ પ્રથમ એક કોન્સ્ટેબલને સમગ્ર વાત કરી હતી. કોન્સ્ટેબલે સમગ્ર વાત જાણીને મહિલા પીએસઆઈનો સંપર્ક કરાવી પાપી પિતાનો ભાંડો ફોડ્યો હતો.બાદમાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કોન્સ્ટેબલ ટપાલ આપવા ચોકી પર ગયેલા
સલાબતપુરાના પીઆઈ એમવી કિકાણીએ જણાવ્યું હતું કે, બાળકી દુષ્કર્મ કેસમાં ફર્સ્ટ પર્સન કંટ્રોલ રૂમના કોન્સ્ટેબલ છે. ટપાલ આપવા માન દરવાજા ચોકી પર ગયા હતાં. જ્યાં બાળકીઓએ કોન્સ્ટેબલ સાથે પહેલીવાર વાત કરી વાસના પીડિત પિતાની કરતૂત જણાવી હતી. જેને લઈ કોન્સ્ટેબલ શંકરએ કંટ્રોલમાં ફોન કરી PSI મહિલા પોલીસ સાથે બાળકીઓની વાત કરાવી હતી. બાળકીઓની વાત સાંભળી મહિલા PSI એ તાત્કાલિક PCR વાન મોકલતા બન્ને બાળકીઓને પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. જ્યાં પીડિત બાળકીઓની તમામ હકીકતો સાંભળવામાં આવી હતી. એક કંટ્રોલના કોન્સ્ટેબલ શંકરની પ્રસંસનીય કામગીરી સામે આવી હતી. જેથી નરાધમ પિતા સામે કાયદાકીય કાર્યવાહી ઝડપી કરી શક્યા હોવાનું જણાવ્યું હતું.
આઠ મહિના પહેલા દુષ્કર્મ આચરેલું
આઠેક મહિના પહેલા ઇમરાને તેની બંને દીકરીઓના શરીરે હાથ ફેરવીને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે બંનેએ માતાને ફરિયાદ કરી હતી. પરંતુ માતાએ તે ફરિયાદને ગંભીરતાથી લીધી ન હતી અને પતિને આવું ફરી નહીં કરવાની સલાહ આપી હતી. 2 દિવસ પહેલા ઇમરાન મુમતાઝને એક દરગાહ પર લઈ ગયો હતો. ત્યારે પણ રસ્તામાં તેની સાથે છેડતી કરી હતી.
મોં દબાવી દુષ્કર્મ કર્યું
પછી ગત રાત્રે 12થી 1 દરમિયાન ઇમરાને મુમતાઝનું મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો હતો. સવારે 8 વાગ્યે બીજી વખત બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ નિલોફરની છેડતી કરી હતી. સવારે નિલોફરે માતાને ફરિયાદ ન કરતા મોટા બહેન મુમતાઝને ફરિયાદ કરી હતી. બપોરે બંને બહેનોએ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આરોપી ઇમરાનની અટકાયત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.