પ્રેમજાળ:સુરતમાં 6 સંતાનોના પિતાએ 15 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપીને ગર્ભવતી બનાવી

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કાપોદ્રાના 45 વર્ષીય આધેડ એવા 6 સંતાનોના પિતાએ 15 વર્ષિય કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને ગર્ભવતી બનાવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

કાપોદ્રાના નાના વરાછામાં રહેતા શ્રમજીવી પરિવારમાં 15 વર્ષની પુત્રી રજની( નામ બદલ્યું છે) અને બે પુત્ર છે. આરોપી મહેશ ઉર્ફ મનોદ ભરત વણોદિયા( 45 વર્ષ.રહે. શક્તિ વિજય સોસાયટી,કાપોદ્રા) કોરોના કાળમાં કાપોદ્રામાં શાકભાજી વેચતો હતો. ત્યારે તેની દુકાનમાં રજની મજુુરી કામ કરવા આવતી હતી. ત્યારે આરોપી મહેશે રજનીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા હતા. બાદમાં મહેશે તેનું અપહરણ કરીને અમરોલીમાં ભાડાના મકાનમાં રાખી શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યાંથી મહેશ રજનીને પોતાના ગામ ઉગામેડી લઈ ગયો હતો. ત્યાર બાદ મહેશે તેને તરછોડી દીધી હતી. રજનીને હાલ એક મહિનાનો ગર્ભ છે. રજનીના પિતાએ મહેશ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી મહેશ 6 સંતાનનો પિતા છે.પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હોવાની માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...